પીએમ મોદી વિશ્વ મંચ પર હિન્દી બોલે તો આપણે શા માટે આવે શરમ: અમિત શાહ

  • September 14, 2021 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દ દિવસ મનાવવામાં આવે છે. હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. હિન્દી દિવસ નિમિત્તે જ્ જ્ઞાન ભવનમાં હિન્દી દિવસ સમારોહ અને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહે અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે હિન્દી વિશે બોલતા અમિત શાહે કહ્યું કે, 'જો આપણા વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી બોલી શકે છે તો આપણને શેની શરમ છે?

 

અમિત શાહે કહ્યું, 'આત્મનિર્ભર બનવુંએ માત્ર દેશમાં ઉત્પાદન કરવા માટે જ નથી, આપણે ભાષાઓ સાથે પણ આત્મનિર્ભર બનવું પડશે. જો પીએમ આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી બોલી શકે છે, તો આપણે શેની શરમ આવે છે? તે દિવસો ગયા જયારે હિન્દી બોલવું એક ચિંતાનો વિષય હતો.'

 

 

હિન્દી દિવસ પર દેશવાસીઓને અભિનંદન આપતા અમિત શાહે ટ્વિટ કર્યું, 'હિન્દી દિવસના અવસર પર, હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રોજબરોજની જિંદગીમાં તેમની માતૃભાષાની સાથે હિન્દીનો પણ ઉપીયોગ કરે. માતૃ ભાષા અને રાષ્ટ્રીય ભાષાના સમન્વયમાં જ દેશની પ્રગતિ સમાયેલી છે.'

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021