નેહા કક્કડ સાથેના બ્રેકઅપ અંગે હિમાંશ કોહલીએ કર્યો મોટો ખુલાસો

  • April 30, 2021 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેહા કક્કડ અને હિમાંશ કોહલી એક સમયે રિલેશનશિપમાં હતાં. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમને અને સંબંધોને જાહેર પણ કર્યા હતા. થોડો સમય બધું બરાબર ચાલ્યું પરંતુ એક દિવસ નેહાએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી દીધી. આ સાથે નેહાએ હિમાંશ પર ઘણા આક્ષેપો પણ કર્યા હતા. જોકે હિમાંશ અત્યાર સુધી તેના બ્રેકઅપ પર ક્યારેય ખુલ્લેઆમ બોલ્યો નથી. પરંતુ હવે હિમાંશે બ્રેકઅપ પર ખુલાસો કર્યો છે.  

 

 

હિમાંશે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તે બ્રેકઅપ વિશે આખી દુનિયાને કહેવા ઈચ્છતો ન હતો. આ વાત 2018ની હતી અને અત્યારે 2021 ચાલે છે. તે પણ મૂવ ઓન થઈ ગઈ છે અને ખુશ છે. હું પણ મારા માટે ખુશ છું, હું મારી ડ્રીમ લાઈફ જીવી રહ્યો છું, પૈસા કમાઉ છું અને લોકોનું મનોરંજન કરું છું. પરંતુ કેટલાક લોકો એવા છે કે જે હજી પણ 2018 માં અટવાયેલા છે. કેટલાક લોકો માને છે કે મેં કોઈની સાથે કંઇક ખોટું કર્યું હતું. પરંતુ હું જાણું છું કે હું ખરાબ વ્યક્તિ નથી. સાથે જ જરૂરી નથી કે હું જાહેરમાં કહું કે શું સાચું છે અને શું ખોટું છે. 

 

 

હિમાંશે નેહાએ કરેલી પોસ્ટ વિશે કહ્યું હતું કે, ' તે ગુસ્સે હતી અને તેણે કંઈક પોસ્ટ કરી. હું પણ ગુસ્સે હતો, પરંતુ મેં પોસ્ટ ન કરી. હું કોઈને દોષ આપવા માંગતો ન હતો, તેથી મેં કશું કહ્યું નહીં. હું તેમના વિશે કંઇ ખોટું કહેવા માંગતો પણ નથી.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS