High: ક્યાંક ’નાર્કોઝ’ ક્યાંક ’બ્રેકિંગ બેડ’, બટ ઓવરઓલ નોટ બેડ!

  • October 31, 2020 09:40 PM 533 views

આપણે જાણીએ છીએ કે દેશમાં અને ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં ચરસ-ગાંજા જેવા ડ્રગ્સનું કેવડું મોટું માર્કેટ છે અને આ ધંધા સાથે કેટલી ખતરનાક ગેંગો સંકળાયેલી હોય છે. આ સંજોગોમાં જો કોઈ મુંબઈમાં ડ્રગ્સના નામે ડ્રગ્સના બંધાણની દવા વેચવા માંડે અને લોકોને નશાની લત લાગવાના બદલે લાગેલી લત છૂટવા લાગે તો? ડ્રગ્સના કારણે થતી અનિંદ્રા, ભૂખ ન લાગવી અને વજન ઘટવા જેવા સાઈડ ઈફેક્ટ્સના બદલે ચમત્કારીક રીતે આરોગ્યમાં સુધારો થવા લાગે તો? ડ્રગ્સનો ધંધો કરનારા માફીયાઓના તપેલા ચડી જાય અને ધંધો ભાંગી જવાના કારણે તેઓ કેવા ભૂરાયા થાય? આ મૂળ વાત પર જ એમએક્સ પ્લેયરની વેબસિરિઝ ’હાઈ’નો પ્લોટ ઊભો છે. જેમાં નશાના બંધાણીઓ, નશાનું બજાર, ડ્રગ્સ કાર્ટેલ, ન્યૂઝનો વેપલો અને નવા સંશોધનો પર ફેણ માંડીને બેઠેલી ફામર્સ્યિૂટિકલ કંપ્નીઓના કાવા-દાવાની વાતો રસપ્રદ રીતે વણાયેલી છે. નિખીલ રાવે ડિરેક્ટ કરેલી આ સિરિઝ મારા મતે થોડી અંડરરેટેડ છે. મતલબ કે બહુ લોકોએ જોઈ નથી લાગતી અને તેથી જ તેનો બઝ ઓછો છે, પણ જેમણે જોઈ છે એમને મહદઅંશે પસંદ આવી છે. આને  પર ઓછા લોકોએ રેટિંગ આપ્યુ છે, પણ એનું રેટિંગ હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે 8.4 બતાવી રહ્યું છે. જે ખુબ વધારે ગણાય.

સૌથી પહેલા સિરિઝના મજબૂત પાસાની વાત કરીએ તો પહેલા નંબર પર આવે એનો પ્લોટ અને સ્ટોરી લાઈન. જે પ્રમાણમાં યુનિક છે અને જકડી રાખે છે. ડ્રગ્સની અને નશાખોરોની દુનિયાનું ચિત્રણ કન્વિન્સિંગલી થયુ છે. શિવ માથુર (અક્ષય ઓબેરોય) અને જેકસન લાકડા (રણવીર શૌરી)ના મનોમસ્તિકમાં પોઝિટિવ અને નેગેટિવ ડ્રગ્સ જે સાયકોલોજીકલ ઈફેક્ટ કરે છે એને રસપ્રદ રીતે દશર્વિવામાં આવી છે કે કેવી રીતે કોઈ ડ્રગ વ્યક્તિને ખરાબ યાદોના લૂપમાં લઈ જાય છે અને એન્ટીડોટ પોઝિટિવ યાદોના લૂપમાં લઈ જઈને નવી હોપ આપે છે.  ‘હાઈ’નું બીજુ મજબૂત પાસુ છે એક્ટિંગની દૃષ્ટિએ દમદાર સ્ટારકાસ્ટ અને કન્વિન્સિંગ એક્ટિંગ. જિંદગીની એક ખરાબ ઘટનાના કારણે નશાની લતે ચડી ગયેલા અને નશાના કારણે આર્થિક-શારિરીક રીતે ખુવાર થઈ ગયેલા શિવ માથુરના પાત્રમાં અક્ષય ઓબેરોય જામે છે. એ ડ્રગ્સ પર આધારિત હોય એ સમયનો એનો ચહેરો અને આંખો ફિક્કા લાગે છે અને રિહેબ સેન્ટરમાં ’મેજિક’ લીધા બાદ એની આંખમાં કોઈ સંજીવની મળી ગઈ હોય એવી ચમક અને ચહેરા પર તેજ જોવા મળે છે. એનું ટ્રાન્સફોર્મેશન કોઈ ડાયલોગ વિના જ ઉડીને આંખે વળગે છે. એ એક્ટર અને ડિરેક્ટર બન્નેની કમાલ છે. આઈ થિંક એમાં મેકઅપ આર્ટિસ્ટનો રોલ પણ નકારી ન શકાય. રણવીર શૌરીનું કોન્ટ્રાક્ટ કિલર-હિટમેન જેકસન લાકડાનું પાત્ર ’બહુત હુઆ સન્માન’ના રામ કપુરની યાદ અપાવે છે. ’બહુત હુઆ સન્માન’માં રામ કપુરનું લવલીસિંઘનું કેરેક્ટરાઈઝેશન પણ ઓલમોસ્ટ આવું જ હતું. રણવીરની એક્ટિંગ સારી છે.

નોકરીના ભાગરૂપે ન ઈચ્છવા છતાં ફેક ન્યૂઝના પેકેજીસ કરવા પડતા હોવાના કારણે જેની અંદરનો પત્રકાર સતત પીડાતો હોય એવી એન્કર આશિમા ચૌહાણના પાત્રમાં મૃણમયી ગોડબોલે નેચરલ લાગે છે. ’મકડી’ માટે ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ જીતનારી અને 2014-15ના અરસામાં સેક્સ રેકેટમાં નામ આવવાથી ચચર્મિાં રહેલી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદ રિસર્ચર ડો.શ્વેતાના પાત્રમાં કન્વિન્સિંગ અને ફ્લોલેસ લાગે છે. મુંબઈના લોકલ પાબ્લો એસ્કોબાર ટાઈપ્ના ડ્રગ ડિલર મુન્નાભાઈના પાત્રમાં કુનાલ નાઈક ખરેખર ઈમ્પ્રેસ કરી જાય છે. મુન્નાભાઈ પાત્રમાં એની આંખો, એના એક્સ્પ્રેશન્સ અને ખાસ કરીને બોડી લેંગ્વેજ ખુબ જ ઈમ્પ્રેસિવ છે. પાર્ટીઓમાં ડી.જે. વગાડવાની સાથોસાથ સાઈડમાં ડ્રગ્સનો પણ ધંધો કરતા ડી.જે.ના પાત્રમાં આર.જે. મંત્રા અને સિદ્ધાંતવાદી રિસર્ચર ડો. શ્રીધર રોયના પાત્રમાં પ્રકાશ બેલાવાદી જોવા મળે છે. બન્નેના ભાગે તેઓ અગાઉ કરી ચૂક્યા હોય એ પ્રકારના જ પાત્રો ભજવવાના આવ્યા છે. જીમ્મીના નાનકડા પાત્રમાં પણ મધુર મિત્તલ ’બહુત હાર્ડ’ નોંધ લેવડાવી જાય છે. લાસ્ટ બટ નોટ ઈન ધ લિસ્ટ લાલા... પ્રતિક ગાંધીની ’સ્કેમ 1992’માં બધું રમણ ભમણ કરી દેનારા ’સિતારમણ’ના પાત્રના કારણે આજ-કાલ ચચર્મિાં રહેલા જૈમિની પાઠક આ સિરિઝમાં પણ એક નાના પણ મહત્વના પાત્રમાં જોવા મળે છે.

માઈનસ પોઈન્ટ્સ જોઈએ તો પહેલા બેથી ત્રણ એપીસોડની કાચબાછાપ સ્પીડ અને રિપીટેટેડ બેકગ્રાઉન્ડ સ્કોર (ખાસ કરીને સિરિઝની સિગ્નેચર ટ્યૂન) તમારી ધીરજની કસોટી કરી શકે છે. વાતર્નિો લોકાલ સેટ કરવામાં અને શિવ માથુર-મુન્નાભાઈ-આશિમાના કેરેક્ટરાઈઝેશનમાં રાઈટર-ડિરેક્ટરે શરૂઆતમાં સારો એવો ટાઈમ લીધો છે. ધીમા ચાલતા એ એપીસોડ્સમાં બેકગ્રાઉન્ડમાં ’હાઈ’ની સિગ્નેચર ટ્યૂન સારી હોવા છતાં બહુ વધારે વાર આવતી હોવાથી થોડી બોર કરે છે. સિરિઝનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખરાબ નથી આગળ જતાં એ જ સિરિઝને થ્રીલ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે, પણ સ્ટાર્ટિંગના એપીસોડ્સમાં એ એક ધૂન એટલી બધી વાર વાગે છે કે આપણને સવાલ થાય કે શું આમની પાસે બેકગ્રાઉન્ડમાં વગાડવા આ એક જ ધૂન હશે? (આઈ રિપીટ, એ ધૂન ખરાબ નથી.) શું બજેટ ઓછું પડતા મ્યુઝિક ડિરેક્ટરે એ એક જ ધૂન બનાવીને કામ પડતું મુકી દીધું હશે? એલઓએલ. બીજી એક વાત મેં એ નોંધી કે ’હાઈ’ની જે સિગ્નેચર ટ્યૂન છે એ ’મિઝર્પિુર’ સિઝન 1માં વપરાયેલી છે. ’મિઝર્પિુર’ સિઝન 1માં જ્યાં કાલિન ભૈયાને મકબૂલ સાથે પહેલીવાર એમની બંદૂકોની ફેકટરની મુલાકાત લેતા બતાવાય છે એ દૃશ્યનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળજો. એ ડિટ્ટો ટ્યૂન હાઈની સિગ્નેચર ટ્યૂન તરીકે વપરાઈ છે. શરૂઆતના એ બેથી ત્રણ ધીમા એપીસોડ્સમાં જો દર્શક એંગેજમેન્ટ ગુમાવે તો જોખમી સાબિત થઈ શકે એ વાતનો ખ્યાલ મેકર્સે રાખવા જેવો હતો. જો તમે રસના કારણે એ એપીસોડ્સ વળોટી ગયા તો પછી આ સિરિઝ છેક સુધી જકડી રાખશે એ વાતની ગેરંટી.

એક્સ્ટ્રા શોટ :
ઈંખઉઇના ટ્રિવિયાનું માનીએ તો આ સિરિઝ માટે શ્વેતા પ્રસાદ બાસુ અને નકુલ ભલ્લા સહિતના કલાકારો ખરેખર જ ’ટેબલેટ્સ’ બનાવતા શીખ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application