દિલ્હીમાં નવા સંસદ ભવન સહિતનું નિર્માણ રોકવાનો હાઇકોર્ટનો ઇનકાર 

  • May 31, 2021 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે અને નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો સવાલ જ નથી ઉઠતો. મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા છે. 

 

દિલ્હી હાઈકોર્ટે અરજી દાખલ કરનારાઓ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ કોઈ પીઆઈએલ નથી. આ એક મોટિવેટેડ પિટિશન છે. અરજીમાં માગણી કરાઈ હતી કે કોરોનાની સેકન્ડ વેવને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવે. 

 

દિલ્હી હાઈકોર્ટમાં અનુવાદક અન્યા મલ્હોત્રા અને ઈતિહાસકાર સોહેલ હાશમીની સંયુક્ત અરજીમાં આ પ્રોજેક્ટ પર કોરોના મહામારી દરમિયાન રોક લગાવવાની માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. અરજીમાં એમ પણ કહેવાયું હતું કે કોરના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે આ પ્રોજેક્ટના કારણે મહામારીના સમયમાં અનેક લોકોના જીવ જોખમમાં છે. 

 

આ બાજુ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પ્રોજેક્ટ સાઈટ પર કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન અરજીકર્તાની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમનું જનહિત ખુબ સિલેક્ટિવ છે. પ્રોજેક્ટ સાઈટથી માત્ર 2 કિલોમીટર દૂર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને ત્યાંના મજૂરોની તેમને કોઈ ચિંતા થતી નથી. 

 

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રાજપથની  બંને બાજુના વિસ્તારોને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને કહે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ થવાનું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021