ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસેલી, સરકારની કામગીરી સામે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા:કાલે સુનાવણી

  • April 11, 2021 10:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર છે અને ઇમરજન્સી જેવા હાલ છે તેવા તારણ સાથે ગુજરાત હાઇકોર્ટે આજે સુઓમોટો અરજી દાખલ કરીને આવતીકાલે તેની સુનાવણી રાખી છે. આ કેસમાં હાઇકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પક્ષકાર તરીકે જોડાવા પણ આદેશ આપ્યો છે.

 

 

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસ અને મૃત્યુઆંક, રેમડેસીવીર ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણીને દાખલ કરી છે.

 

 

ગુજરાત હાઇકોર્ટ કોરોનાવાયરસ નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કટોકટીભરી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં કોરોના ની સ્થિતિ વકરી છે અને દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે ત્યારે આ મામલામાં અસરકારક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

 

 

હાઈકોર્ટે રાજ્ય સરકારના કોરોના મેનેજમેન્ટ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને આ સંદર્ભે ચીફ  જસ્ટિસના નેતૃત્વમાં બે જસ્ટિસની બનેલી બેન્ચ અરજીની અર્જન્ટ બિઝનેસ ગણીને સુનાવણી કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS