હાઈકોર્ટના 8 અઠવાડિયામાં પાક વીમો ચુકવવાના હુકમનો ઉલાળીયો, આ ગામના ખેડુતોને 2019માં થયેલી અતિવૃષ્ટિના નુકશાનનો વીમો પણ આજ સુધી નથી મળ્યો,

  • June 10, 2021 09:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લખતર તાલુકાના આદલસર ના ખેડુતો દ્વારા જણાવેલી વિગત મુજબ તેઓ દ્વારા 2019 માં પાક ધિરાણ લીઘું હોય સરકાર દ્વારા તેમના ધિરાણ માંથી પાક વીમો કાપી લઈ યુનિવર્સલ સેમ્પો નામની પાક વીમા કંપની માં તેઓનો વીમો 15.7.2019 ના રોજ પ્રીમિયમ ભરી દેવાયું હતું.  ત્યારબાદ અતિવૃષ્ટિ થતા ખેડૂતો દ્વારા 20.8.2019 ના રોજ યુનિવર્સલ સેમ્પો કંપની માં જાણ કરી હતી ત્યારે ખેડૂતો ના જણાવ્યા પ્રમાણે તા.30.9.2019 ના રોજ યુનિવર્સલ સેમ્પો કંપની ના સર્વેયર ગ્રામસેવક તલાટી કમ મંત્રી આદલસર સરપંચ આદલસર સહિત અંદાજે આઠ વ્યક્તિ ની ટિમ આદલસર ગામ ના ખેડૂતો ના ખેતર માં થયેલ નુકશાની નો સર્વે કરી 60 % 100 % સુધી ના નુકશાની ના રિપોર્ટ તૈયાર કરી ખેડૂત ને નકલ આપી જતા રહ્યા.

 

ત્યાર પછી પાક વીમો નહિ ચૂકવતા તેઓએ પાક વીમા અંગે એગ્રીકલ્ચર વિભાગ ના સચિવ  થી નિયામક  ખેતી સુધી રજુઆત કરવામાં આવી હતી અને સચિવ  એગ્રીકલ્ચર દ્વારા નિયામક  ને યોગ્ય કરવા લેખિત જાણ કરી આની નકલ અરજદાર ખેડૂતો ને મોકલી હોવા છતાં પાક વીમો નહિ મળતા ખેડૂતો દ્વારા 31.7.2020 ના રોજ વકીલ  મારફત ગુજરાત હાઇકોર્ટ માં કેસ દાખલ  કર્યો હતો.  ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.27.10. 2020 ના રોજ ખેડૂત તરફી ચુકાદો આપી આઠ અઠવાડિયામાં ખેડૂત ને પાક વીમો ચૂકવી દેવા હુકમ કર્યો હતો.

 

જો કે આ હુકમ છતાં આજ સુધી વીમો નહિ ચૂકવતા આદલસર ના પાક મુદ્દે પીડિત ખેડૂતો દ્વારા સરકાર અને યુનિવર્સલ સેમ્પો કંપની સામે રોષ ઠાલવી આદલસર ના ખેડૂતો ની હાલત કફોડી થઈ જગત ના તાત કહેવાતા ખેડૂતો દ્વારા વધુ માં જણાવ્યું હતું કે જેમ દેશ ના ગુજરાત રાજ્ય ના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેમ તેઓને પણ આપઘાત કરવાની નોબત આવશે .સરકાર અને વીમા કંપનીની બેધારી નીતિ સામે આદરના પીડિત ખેડૂતો એ જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS