ફી નહી લેવાનો પરિપત્ર રદ કરાયો, શાળાઓ ટ્યુશન ફી લઇ શકશે

  • July 31, 2020 11:46 AM 1005 views

 

ફી મુદ્દે શાળા સંચાલકો અને સરકાર વચ્ચે જે પરિપત્રને લઈને ઘમાસાણ શરુ થયું હતું તે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. અગાઉ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો કે શાળા ન ખુલે ત્યાં સુધી શાળાઓ ફી લઈ શકશે નહીં. પરંતુ હવે આ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે શાળાઓને ઓનલાઈન શિક્ષણ શરુ રાખવા આદેશ કર્યો છે. 

 

હાઈકોર્ટે રાજ્ય સરકારે જાહેર કરેલો ફી મુદ્દેનો અગાઉનો પરીપત્ર રદ્દ કર્યો છે તો સાથે જ કહ્યું છે કે શાળાઓ ટ્યુશન ફી લઈ શકશે. આગામી સમયમાં હાઈકોર્ટ સંચાલકોને લઈને નિર્દેશ જાહેર કરશે. હાઈકોર્ટે ખાનગી શાળાઓએ જે રીતે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું તેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટમાં સરકારે તેનો પક્ષ રાખતાં કહ્યું હતું કે તેમણે શાળા સંચાલકો સાથે ફી મુદ્દે વાતચીત કરી હતી પરંતુ સંચાલકો કોઈ વધ-ઘટ માટે તૈયાર ન થયા. આ સાથે હાઈકોર્ટે વાલીઓની સમસ્યા અને શાળાના ખર્ચ વચ્ચે સંતુલન હોવું જોઈએ તે વાતની પણ ટકોર કરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application