વળતર, વેક્સિનેશનમાં પ્રાથમિકતા જેવી માગણી સાથે પાઇલટોના એસોસિયેશનની હાઇ કોર્ટમાં ધા

  • June 09, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો ચેપ લાગ્યો હોય અથવા તેનાથી કોઇ પાઇલટનું મોત થયું હોય તેને વળતર, વેક્સિનેશનમાં પ્રાથમિકતા, મહામારીમાં ફરજ નિભાવનારને ઇન્શ્યોરન્સ કવરેજ વગેરે માગણી સાથે ભારતીય પાઇલટોના એસોસિયેશને મુંબઈ હાઇ કોર્ટમાં ધા નાખી હતી. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઇલટ દ્વારા સાતમી જૂને હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે પાઇલટો આવશ્યક સેવા પૂરી પાડી રહ્યા છે તથા કોરોનાને કારણે મૃત્યુ પામનારા પાઇલટોના પરિવારને એક્સ-ગ્રેશિયા તરીકે રૂ. દસ કરોડ પૂરા પાડવામાં આવે એવો નિર્દેશ કેન્દ્ર સરકારને કરવાની માગણી પણ કરી હતી.

 

 

જનહિત અરજી પ્રમાણે ફેબ્રુઆરી, 2021 સુધી કોરોનાને કારણે 13 પાઇલટનાં મોત થયા છે. માર્ચ, 2020થી તમામ એરલાઇન્સ અને તેના પાઇલટો વંદે ભારત ઝુંબેશ માટે કામ કરી રહ્યા છે. આ સિવાય અન્ય દેશમાં ફસાયેલા ભારતીયોને પણ અહીં લાવવાનું કાર્ય કર્યું છે.

 

 

કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ સામગ્રીના ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરી છે, એમ અરજીમાં જણાવાયું હતું. મહામારી દરમિયાન અનેક પાઇલટોને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને ઘણાનાં તેને કારણે મોત પણ થયા હતા. કોરોનાની સારવાર બાદ થતા મ્યુકરમાઇકોસીસ જેવા રોગને કારણે અનેક પાઇલટો કાયમી અથવા હંગામી અપંગતાનો સામનો કરી રહ્યા છે. મહામારી દરમિયાન પાઇલટો પોતાનો અથવા તેમના પરિવારની ચિંતા ન કરતા સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે, એમ જનહિત અરજીમાં જણાવાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS