ગુજરાત સરકારને ઠપકાંનું હાઈકોર્ટનું ઈન્જેકશન

  • April 13, 2021 01:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેબ્રુઆરીમાં કેસ ઘટ્યાં એટલે સરકારે માની લીધું કે કોરોના ગયો !: પેરાસીટામોલની માફક રેમડેસિવિર ઈન્જેકશન મળવા જોઈએ
લગ્ન,અંતિમવિધિ સિવાયના કાર્યક્રમ પર રોક લગાવો: હાઈકોર્ટે સુઓમોટો અરજી પર સુનાવણી કરી: સરકારની કામગીરીથી નારાજ:  બુથ મેનેજમેન્ટની જેમ કોરોનાની વ્યવસ્થા કરો: સરકારની અમુક નીતિથી અમે નાખુશ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ લાઈનમાં કેમ છે?

 

 


રાજ્યમાં કોવીડની મહામારી ને લઈને સરકારની મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે સુઓમોટો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોવિડને નિયંત્રણ કરવાને બદલે અનિયંત્રિત ઉછાળો અને સંચાલનમાં ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ  દાખલ કરવામાં આવેલી અરજી પર દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી. ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકારનો બચાવ કરવા રજૂઆતો કરી હતી પરંતુ તેની સામે ચીફ જસ્ટિસ દ્વારા સરકારની કામગીરી ખૂબ જ પૂરતી અને અત્યંત નબળી હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં પેરાસીટામોલ ની માફક જ રેમડિસીવર ઈન્જેકશન ઉપલબ્ધ હોવા જોઈએ તેમજ સરકાર કહે છે કે બેડ,. ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે? લોકો ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકાનું ઈન્જેકશન આપીને એવો ટોણો પણ માર્યો હતો કે ફેબ્રુઆરીમાં કેસ ઘટી ગયા તેથી ગુજરાત સરકાર બેફિકર થઈ ગઈ હતી અને કોરોના ગયો તેમ માની લીધું હતું.

 


મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી,રાજકીય પાર્ટીઓની એનિવર્સરી સહિત તમામ કાર્યક્રમો બંધ કરો- ચીફ જસ્ટિસ હમણા ભાજપે સ્થાપ્ના દિવસ ઉજવ્યો હતો હાઇકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.

 


 આ સુનાવણી દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો. વધુ સુનાવણી આગામી 15 એપ્રિલ 11:00 હાથ ધરવામાં આવશે.

 


રાજ્ય સરકારને હાઈકોર્ટે આડે હાથ લેતાં જણાવ્યું હતું કે ચૂંટણી માટે બુધવારે જ આંકડા અને સોસાયટીઓ પાસે તેનો ડેટા હોય છે તે આયોજનને કામે કેમ લગાડી ન શકાય, રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈને સરકાર વધુ સક્રિય થાય તેવો આગ્રહ પણ હાઇકોર્ટ દ્વારા સરકાર પાસે રાખવામાં આવ્યો છે . તેની સામે ગુજરાત સરકાર વતી કમલ ત્રિવેદીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે,ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે. ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. મોબાઈલ વાનથી સારવાર કરી છે. 141 પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપી છે. નર્સિંગ હોમને પણ કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કયર્િ છે. એક દિવસમાં 1087 બેડના કોવિડ સેન્ટર ઉભા કયર્િ છે.હોસ્ટેલ ને પણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 70 ટકા ઓક્સિજન એ હેલ્થ સેકટર માટે રિઝર્વ રાખ્યા છે. 50 ટકા સરકારી કર્મચારીઓને કોવિડ થઈ ગયો છે. જ્યારે 17 હજારથી વધુ બેડ સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાલી છે.

 


‘વીઆઇપીની જેમ સામાન્ય માણસને ટેસ્ટનો રિપોર્ટ કેમ જલ્દી નથી મળતો’
હાઇકોર્ટે જવાબ આપતા જણાવ્યું કે, કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે. સામાન્ય માણસને ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે કેમ મળે છે. વીઆઇપી લોકોને રિઝલ્ટ જલ્દી મળી જાય છે સામાન્ય લોકોને કેમ જલ્દી મળતા નથી.

 


’ઓફિસ સ્ટાફમાં 50 ટકા લોકોને જ બોલાવો’
સુનાવણીમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે, ઓફિસમાં 50 સ્ટાફને જ બોલાવવામાં આવે. કરફ્યૂના સમયમાં રિલેક્શેસન આપવામાં આવી રહ્યું છે. નાઇટ કરફ્યૂની અમલવારી થઇ નથી રહી. આ સાથે તેમણે સૂચનકરતા જણાવ્યું કે, લગ્ન અને સમ્શાન વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવો જોઇએ. લગ્ન પ્રસંગમાં 100 માણસોની મંજૂરી આપી છે તેમાં ઘટાડો કરો. કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.

 


’ચૂંટણીની જેમ બૂથવાઇઝ મેનેજમેન્ટ કોરોનામાં કેમ નથી થતું ’
ગુજરાત હાઇકોર્ટે પોતાના અવલોકનોમાં કહ્યૂં કે, ચૂંટણી સમયે બૂથ પ્રમાણે મેનેજમેન્ટ કરો છો તો કોરોનામાં બૂથવાઇઝ મેનેજમેન્ટ નથી થઇ શકતું? આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે કોઇપણ કોવિડ 19ની એસઓપીનું પાલન નથી કરતું તેમને કોવિડ સેન્ટરમાં મોકલી દો.

 


’લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે ’
હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. આ હાલાકી સાથે આપણે જીવવું પડશે એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારો. સરકાર સારું કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે. લોકોને વિશ્વાસ અપાવો અને અમને સારું ના લગાડશો લોકો એટલેકે જનતાને સારું કામ કરીને આપો.

 

 

15 એપ્રિલ વધુ સુનાવણી..
નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા હતા. સુનાવણીમાં સરકાર અને હાઇકોર્ટે  અનેક મુદ્દે પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે.

 

 


કોરોનાના નવા સ્વપ પર વેકસીનની અસર દેખાતી નથી: હાઇકોર્ટ
 ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે રાજ્યમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ અને ગુજરાત સરકારની કામગીરી અંગે સરકારને ફટકો મારવામાં આવ્યો છે અને હાઈ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના નવા સ્વરૂપ ઉપર વેક્સિન ની કોઈ ધારી અસર દેખાતી નથી. વેક્સિન ના બે ડોઝ લીધા બાદ પણ રાજ્યના એક આઇપીએસ અધિકારી નું મૃત્યુ થઈ ગયું છે. આ બાબતે પણ પૂરતી ચકાસણી કરવાની હાઈકોર્ટે ગુજરાત સરકારને સુચના આપી છે. સમગ્ર વ્યવસ્થા ને સુધારવાની જરૂર છે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું છે.

 

 


ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કરેલા સૂચન
- લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન.
-લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન.
-અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય   
 -ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી.
-માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી.
-બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો.
-નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો.
 -હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે , રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી:ચીફ જસ્ટિસ.

 

 

લોક ડાઉન એ સોલ્યુશન નથી, રોજનું કમાઈને ખાતા લોકોને ખૂબ પરેશાની થશેે: કમલ ત્રિવેદી


હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સરકારની તરફદારી કરતા જણાવ્યું હતું કે,ગત વર્ષે લોકડાઉનએ ભારત સરકારનો નિર્ણય હતો પરંતુ લોક ડાઉન એ સોલ્યુશન નથી લાખો લોકો માઈગ્રેશન થશે રોજે રોજનુ કમાઈ ને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે . દેશના અન્ય રાજયો દિલ્હી મા પણ 10હજારથી વધુ કેસ આવે છે અન્ય રાજયો કરતા ગુજરાત મા ઓછા કેસ છે. ગુજરાતમા રેમડીસીવર ઈન્જેકશન નો જથ્થો ગુજરાતમા વધારે છે. રાજય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરે છે આરોગ્ય વિભાગના કર્મીઓ એકટીવ લી 24સ7 કામ કરે છે ડોકટરોની રીમાર્કેબલ ભૂમિકા ભજવી રહ્યા છે અને નિષ્ણાત તબીબો સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, રેમેડસિવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે. ગુજરાતની સરખામનીમાં મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપ્નીઓ ઇન્જેકશન બનાવે છે છતાં ત્યાં લાંબી લાઈનો નથી. હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS