BREAKING NEWS

જામનગર​​​​​​​ : પરિભ્રમણ અને એસેન્ટ્રીક એડવેન્ચર્સ સંસ્થા દ્વારા હેરીટેજ વોક સંપન્ન

  • April 20, 2026 06:26 PM 

જામનગર​​​​​​​ : પરિભ્રમણ અને એસેન્ટ્રીક એડવેન્ચર્સ સંસ્થા દ્વારા હેરીટેજ વોક સંપન્ન


જામનગરમાં રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે પરિભ્રમણ અને એસેન્ટ્રીક એડવેન્ચર્સ દ્વારા હેરીટેજ વોકનું આયોજન કર્યું હતું જેમાં ખંભાળીયા ગેઇટ, મ્યુઝીયમ અને ભુજીયા કોઠામાં કલાત્મક કૃતિઓ બતાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર શહેરને લગતી કવીઝ પણ ભુજીયા કોઠા ખાતે યોજાઇ હતી. તમામ સ્પર્ધકોને વિનામુલ્યે ભુજીયા કોઠામાં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં કીરીટભાઇ શાહ, સુઝલ છેડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અવારનવાર આ બન્ને સંસ્થાઓ દ્વારા લોકો માટે વિનામૂલ્યે કાર્યક્રમો કરવામાં આવે છે, ખાસ કરીને ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તેમજ રોઝી પોર્ટ, ખીજડીયા પક્ષી અભ્યારણમાં પણ બાળકોને માહિતી આપવા માટે લઇ જવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News