તળાજાના વિધર્મી યુવકે સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ

  • March 16, 2021 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરમાં ઘરેણાં ન મળતા સગીરાની પૂછપરછ કરતા સમગ્ર હકીકત આવી સામે
ધો.12 મા અભ્યાસ કરતી યુવતીને ફસાવી બે લાખના ઘરેણાં પણ પડાવ્યા

 


તળાજાના લઘુમતી જ્ઞાતિના એક યુવક વિદ્ધ હિન્દુ સમાજની એક સગીરાને ફસાવી દુષ્કર્મ આચરી ઘરેણાં પડાવી લીધાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ યુવક સામે આરોપ છે કે  સગીરાનો લોક ડાઉન સમયથી સ્કૂલે જવાના સમયે રસ્તે જઈ પીછો કરી ફસાવી હતી અને ફોર વ્હીલમાં ઘરેથી લઈ જઈ બદકામ કરેલ. થોડા સમય પહેલા સગીરાને લલચાવી, ફોસલાવી ધાક ધમકી આપી દસ તોલા સોનાના ઘરેણાં પણ વીધર્મી યુવકે લઈ લીધા હતા.

 


તળાજા શહેરમાં ચકચાર ફેલાવતી ઘટનાની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સગીરાના પિતાએ અહીંની ભવાની શેરીમાં રહેતા હુસેનઅલી નૌશાદઅલી વિરાણી વિદ્ધ નોંધાવેલ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ફરિયાદી ની સગીર વયની દીકરી લોકડાઉન પહેલા ધો.12 માં અભ્યાસ કરતી હતી તે સમયે રસ્તામાં સગીરનો પીછો આરોપી હુસેનઅલી વિરાણી કરતોહતો. એટલુંજ નહિ ઘર પાસે પણ ચક્કર લગાવતો હતો. જે આસપાસ ના પાડોશીઓને પણ ખબર પડી ગઈ હતી.  ત્રણેક માસ પહેલા ફરિયાદી  ધંધાર્થે બહાર ગામગયેલા હોય સગીરા ને ઈશારો કરી બોલાવેલ અને ફોરવ્હીલમાં લઇ ગયેલ અને એકાદ કલાક બાદ મૂકી ગયેલા એ સમયે બાજુમાં રહેતા મુકેશભાઈ ગોહિલ જોઈ ગયેલા.

 


 દરમિયાનમાં ગઈકાલે સગીરાના ઘરે તિજોરીમાં રાખેલ ઘરેણાં ન મળતા સગીરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાએ પરિવારજનોને આપવીતી કહી હતી જેમાં યુવકે કારમાં લઇ જઇ દુષ્કર્મ આચરેલ. થોડા દિવસ પહેલા લલચાવી, ધાક ધમકી આપી અલગ અલગ સમયે સોનાના ઘરેણાં ચેન-1, પેન્ડલ-1, કાનની બુટી-2, કાનની સર -2 મળી કુલ  દસ તોલા જેટલું સોનુ કિ. ા. બે લાખનું યુવક દ્વારા સગીરા પાસેથી લઈ લેવામાં આવેલ હતું.
તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી હુસેનઅલી નૌશાદઅલી વિરાણી વિરુદ્ધ ફરિયાદ મળતા નજર કેદ કરવામાં આવેલ છે. કોરોના ટેસ્ટ કરાવી કાયદેસરની ઘટતી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS