કોરોનાની રસી લીધા બાદ કઈ કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન, વાંચો ગાઈડલાઈન્સ

  • March 12, 2021 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસથી બચાવ માટે દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે હજુ પણ કરોડો લોકોનું રસીકરણ થવાનું બાકી છે. કોરોનાની રસી કેટલી સુરક્ષિત છે, તેનો ડોઝ લીધા બાદ શું કરવું શું નહીં, તે કેટલી સુરક્ષા આપે છે તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં હજુ પણ ઊભા થઈ રહ્યા છે. તેવામાં સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શ એટલે કે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ વ્યક્તિએ શું કરવું અને શું નહીં.

 

 

કોરોનાની રસી બાદ શું કરી શકાય 

 

- જે લોકોનું વેકસીનેશન થઈ ગયું છે તેઓ એકબીજાને માસ્ક વિના મળી શકે છે. પરંતુ જો વેકસીન લઈ ચુકેલા વ્યક્તિ એવા લોકોને મળે જેમણે વેકસીન નથી લીધી તો માસ્ક પણ પહેરવું જોઈએ અને સામાજિક અંતર પણ જાળવવું જોઈએ. 
 

- જો તમે વેકસીન લઈ લીધી છે અને ત્યારપછી અજાણતા તમે કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો તો તમારે કોરોન્ટાઈન થવાની કે કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. 
 

- જો કોરોના પોઝિટિવ વ્યક્તિને મળો અને પછી તમને પણ કોરોનાના લક્ષણો જોવા મળે તો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. 
 

- રસી લઈ ચુકેલા વ્યક્તિ જિમ, બાર, રેસ્ટોરન્ટમાં જાય અને સંક્રમિત થાય તેવી સંભાવના ઓછી છે પરંતુ તેમ છતાં તેમણે સાવધાની રાખવી જોઈએ. 
 

- વેકસીન લઈ ચુકેલા વ્યક્તિ પ્રવાસ પણ કરી શકે છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી ટાળવું હિતાવહ રહે છે. જો કે વેકસીન લઈ લીધી હોય તો પણ વિદેશ યાત્રા હાલ કરવી જોઈએ નહીં. 
 

- રસી લઈ લીધી હોય તેમણે સાર્વજનિક સ્થળોએ ભીડ વચ્ચે જવાનું ટાળવું જોઈએ. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS