દેશમાં હર્ડ ઈમ્યુનિટિ સમાપ્તિના આરે

  • March 15, 2021 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિષ્ણાતોનો મત: કણર્ટિકમાં પણ લોકડાઉનની વિચારણા: મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના 7 રાજ્યમાં કોરોનાના નવા 87.73 ટકા દર્દીદેશમાં કોરોના વાયરસ મહામારી ફરીવાર ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે નિષ્ણાતોએ તેવી શંકા દશર્વિી છે કે, દેશમાં હર્ડ ઈમ્યુનિટિ સમાપ્ત થવા લાગી હોય તેવુ દેખાય છે અને વાયરસની બીજી લહેરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સખત નિયમો અનેક શહેરોમાં લાગી રહ્યા છે ત્યારે કણર્ટિકમાં પણ ભારે સખત નિયમો અથવા તો લોકડાઉનની વિચારણા કરવામાં આવી રહી છે તેમ કણર્ટિકની સરકારે જાહેર કર્યું છે.

 


સરકારના અહેવાલ મુજબ જુલાઈ બાદ એક જ સપ્તાહમાં 33 ટકા જેટલા કેસ વધી ગયા હતા અને હવે તમામ રાજ્યોમાં અને ખાસ કરીને 7 રાજ્યોમાં ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે. નિષ્ણાતોએ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સાવચેત કરી દીધી છે.

 


આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કણર્ટિક, તમિળનાડુ અને મધ્યપ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દર્દીઓમાંના 87.73 ટકા દર્દી ધરાવે છે.

 


કોવિડ-19ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં 15,602, કેરળમાં 2.035 અને પંજાબમાં 1,510 નવા દર્દી નોંધાયા હતા.
દેશમાંના કોરોનાના કુલ એક્ટિવ દર્દીઓમાંના 76.93 ટકા દર્દી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.
દેશમાં કોરોનામાંથી 1,09,89,897 દર્દી સાજા થયા હતા. નવા સાજા થયેલા દર્દીઓમાંના 83.13 ટકા દર્દી છ રાજ્યમાં જ હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 88, પંજાબમાં 22 અને કેરળમાં 12 કોરોનાના દર્દી મૃત્યુ પામ્યા હતા.
દેશમાં કોરોનાની રસીન અંદાજે 2,97,38,409 ડોઝ અપાયા હતા.
દેશના 14 રાજ્ય રાજસ્થાન, ઝારખંડ, પુંડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્ક્મિ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમજ અણાચાલ પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી એક પણ દર્દી મૃત્યુ નહોતો પામ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS