વિધાનસભામાં જામજોધપુર લાલપુર વિસ્તારના સિંચાઇ કેનાલના પ્રશ્ર્નો ઉઠાવતા હેમંત ખવા

  • March 01, 2023 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર, લાલપુર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા મુકાયેલા પ્રશ્ર્નોમાં બજેટસત્ર દરમ્યાન પ્રશ્ર્નોતરી કાળના પ્રથમ જ દિવસે જામજોધપુર પંથકના મહત્વના પ્રાણપ્રશ્ર્ન ગણાતા જીણાવારી ડેમ સહિતના સિંચાઇના અને કેનાલના પ્રશ્ર્નોનો ડ્રોમાં સમાવેશ થયો હતો.જેમાં સંબંધિત વિભાગના મંત્રી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા પ્રશ્ર્ન પુછી વિગત માંગવામં આવી હતી કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ જીણાવારી ગામે વર્તુ નદી પર ડેમ બનાવવાની કાર્યવાહી કયા તબકકે છે ? અને આ કામગીરી માટે કેટલો ખર્ચ અને શું સમય મર્યાદા નકકી કરાઇ છે. જેના જવાબમાં જળ સંપતિ અને પાણીપુરવઠા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આડેમ માટે સરકાર તરફથી આ યોજનાના જમીનસંપાદન બાબતે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો દ્વારાવિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આજ સુધી એક પણ ખેડૂત દ્વારા જમીન સંપાદન અર્થે સહમતિ અપાયેલ ન હોવાથી ખેડુતોની સમસ્યા ઉકેલ્યા બાદ સહમતી મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જના ભાગરૂપે બજેટે બાદ હેમંતભાઇ ખુદ ખેડૂતોની માંગ સંતોષવા રુબરુ મુલાકાત કરી અને પ્રયત્નો કરશે. ઉપરાંત કામ જલ્દી શરુ કરવાની દિશામાં રહેલ પ્રતિકૂળતા દરુ કરવા બનતા પ્રયાસો કરશે.


આ ઉપરાંત લાલપુર પંથકની કેનાલો મામલેપણ પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો. જેમાં હેમંતભાઇએ વિગત માંગતા જણાવ્યું કેલાલપુર તાલુકામાં કયા કયા ડેમો આવેલા છે અને ડેમ વાર કેટલા કિમીની સિંચાઇની પાકી કેનાલો છે અને કેટલા કિમીની કાચી કેનાલો છે તે અંગેનો પણ પ્રશ્ર્ન પુછાયો હતો. જેના જવાબમાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું કે લાલપુર તાલુકામાં રૂપાવટી, ફુલજર, પન્ના, સસોઇ, ગોાવાણા, નવી વેરાવળ, ઢૉઢર, રૂપાવટી, ખડખંભાળિયા, પીપરટોડા અને ડબાસંગ સહિત ૧૨ જેટલા ડેમો આવેલા છે. વધુમાં રૂપાવટી ડેમ પર ૭.૮૦ કિ.મી.ની પાકી કેનાલ ઉપરાંત ફુલજર બે ડેમ પર ૫.૪૦ કિ.મી.ની કાચી કેનાલ, પન્ના ડેમ પર ૧.૫૦ કિ.મી.ની કાચી કેનાલ અને ખડખંભાળિયા ડેમ પર ૫.૮૦ કિ.મી. અને પીપરટોડા ડેમ પર ૬.૩૦ કિ.મી.ની કાચી કેનાલ હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે. એટલું જ નહિં કાચી કેનાલોને પાકી કરવા માટેની રજૂઆત મળ્યે નિરીક્ષણ કરી અને કામગીરી હાથ ધરવાનું આયોજન હોવાનું પણ જાહેર થયું છે. માત્ર ૭ જ ડેમમાં કેનાલ હોવાનું બહાર આવતા હવે આગામી સમયમાં તામ કેનાલને સિમેન્ટથી મઢવામાં આવે તે અંગે કાર્યવાહી કરાશે. અધૂરી કેનાલો અને બાકી કેનાલોના કામો અંગે આગામી સમયમાં એકશન પ્લાન તૈયાર કરી સરકારમાં રજુઆત કરવામાં આવશે.


શેઢાખાઇ ગામે આવેલ ડેમનો પણ પ્રશ્ર્ન કરવામાં આવ્યોહ તો. જેમાં તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ શેઢાખાઇ ડેમમાંથી રિવર્સ કેનાલ બનાવવાની કેટલી માંગણી સરકારને મળીછે અનેતેનો સરકાર તરફથી શું કાર્યવાહી કરાઇ છે ? જેના જવાબમાં એક માંગણી મળી હોવાનું અને તેના ભાગરૂપે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ અને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું જળસંપતિ મંત્રીએ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડ્રો થકી બેંક તથા સહકારી સંઘની ચુંટણીમાં પણ હેમંતભાઇ ખવા ચુંટણીમાં જીત હાંસલ કરી ચુકયા છે. ત્યારે વિધાનસભા સત્રના પ્રશ્ર્નકાળ દરમ્યાન બે દિવસમાં આ પંથકના ૬ પ્રશ્ર્નો ડ્રોમાં સિલેકટ થયા હતા. પ્રથમ વખત ધારાસભ્ય બનેલા હેમંતભાઇ ખવાના વધુ એક વખત ડ્રોમાં લક્કી સાબિત થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application