લોહીની ઉણપ દૂર કરવા તેમજ યાદશક્તિ વધારવામાં મદદરૂપ  તકમરીયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તકમરીયામાં વિટામીન, કેલ્શિયમ, આયરન, એન્ટિ ઓકસીડન્ટ વગરે ગુણો જોવા મળે છે. તેના રોજિંદા સેવન કરવાથી શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. લીબીમારીઓથી બચીને રહેવા માટે શરીરમાં ઊર્જાનો સંચાર કરવો પડે છે, રોજિંદા જીવનમાં  દૂધમાં તકમરીયાને પલાળી અને પીવાથીતે લાભદાયક રહે છે. હાડકાને મજબૂત કરવાની સાથે શરીરમાં લોહીની ઊણપને પણ તે ઓછી કરે છે. એવામાં તેનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તે સારો વિકલ્પ છે, આવો જાણીએ તકમરીયાના સેવન દ્વારા શરીરને થતા અન્ય ફાયદાઓ વિશે.


એનિમિયાથી બચાવે છે

 

આ સમસ્યા મુખ્યરૂપે ગર્ભવતી મહિલાઓને રહે છે. લોહીની ઉણપની આ એવી અવસ્થા છે કે જેમાં પૂર્ણપણે નિવારવી ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે અયોગ્ય અને અનિયમિત ખાનપાનના કારણે શરીરમાં લોહીની ઉણપ થતી હોય છે. તેનાથી બચવા માટે ખોરાકમાં બહોળા પ્રમાણમાં આયરન વાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. તકમરીયામાં આઇરન બહોળા પ્રમાણમાં હોવાથી તેનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે.

 

હાડકાને મજબૂત બનાવે છે

 

કેલ્શિયમથી ભરપૂર આ અનાજનો સેવન કરવાથી શરીરને યોગ્ય માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તેને દૂધમાં મિક્સ કરી અને લેવાથી લાભ કારક બને છે. તેના દ્વારા હાડકા મજબુત થાય છે તેમ જ અંદરથી સોંગ થવાના કારણે શરીર ફીટ અને ફાઈન રાખવામાં મદદરૂપ બને છે.

 

પ્રોટીનની ઉણપ  નિવારે છે

 

જિમમાં કસરત કરતા લોકોને સૌથી વધારે પ્રોટીનની જરૂરિયાત હોય છે. એવામાં તકમરીયાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત હોવાની સાથે શરીરમાં પ્રોટીનની ઉણપ પણ નિવારે છે. મસલ્સ બનાવવા માટે મદદ મળે છે. યોગ્ય માત્રામાં પ્રોટીન લેવાથી તેની કમી નિવારવા માટે ખોરાકમાં તકમરીયા જરૂર લેવા જોઈએ.

 

ત્વચાની સમસ્યા દૂર કરે છે

 

તેમાં કેલ્શિયમ, વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી એજિંગના ગુણ રહેલા હોય છે. ત્વચા સંબંધી રોગ થતા અટકાવે છે. સ્કિનને પોષણ આપે છે અને સાથોસાથ ત્વચા ચમકદાર તેમજ તાજગીસભર જોવા મળે છે.

 

યાદ શક્તિ વધારે છે

 

આજકાલ ઘણા બધા લોકોમાં યાદશક્તિ ઓછી થવાની સમસ્યા જોવા મળે છે. તેની સાથે જ ધુમ્રપાન દારૂ વગેરેનું સેવન કરવું પૌષ્ટિક ખોરાકને યોગ્ય માત્રામાં ન લેવો વગેરેના કારણે મગજ નબળું પડે છે. એવામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, તેનાથી બચવા માટે તકમરીયા ખાવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે યાદશક્તિને વધારવામાં મદદરૂપ નીવડે છે માટે તેનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ.

 

વજન ઘટાડવામાં સહાયક

 

જે લોકો પોતાના વજન વધવાની સમસ્યાથી ચિંતિત હોય તેમણે રોજ તકમરીયાનું સેવન કરવું જોઈએ, લાંબા સમય સુધી તકમરીયાનુ કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, અને વજન વધવાની શક્યતા પણ ઓછી રહે છે. આ સાથે જ રોજિંદા સેવનથી બે પ્રકારના ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો રહે છે.

 

પાચનતંત્ર સારું રહે છે

 

તકમરીયા નું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યામાં રાહત મળે છે, તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાના કારણે પાચનક્રિયા સક્રિય ચલાવવા માટે મદદરૂપ નીવડે છે. પેટ સ્વસ્થ રહેવાથી પેટનો દુઃખાવો એસીડીટી કબજિયાત અલ્સર વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે.

 

વાળ માટે ફાયદાકારક

 

સ્વાસ્થ્યની સાથે સાથે વાળના માટે પણ લાભકારક બને છે. તેમાં વિટામિન બી વધારે માત્રામાં હોવાથી વાળને પોષણ મળે છે, તેમજ વાળ સ્વચ્છ થવાની સાથે ઘટ્ટ લાંબા મુલાયમ અને ડેન્ડ્રફ ફ્રી બને છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS