મુંબઇમાં ભારે વરસાદ: રવિ-સોમ અતિવૃષ્ટિ થશે

  • June 12, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં 11 દિવસમાં જ વરસી ગયો મહિનાભરનો વરસાદ, આજે પણ હાઇ અલર્ટ



મુંબઇમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દસ્તક બાદથી જ સતત વરસાદનો સિલસિલો ચાલુ છે. ધોધમાર વરસાદના લીધે અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. કુલર્,િ સાંતાક્રૂઝ, અંધેરી સહિત કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇમાં દર વર્ષની જેમ ત ચોમાસાનો વરસાદ મુસીબત બને છે કે થોડાંક જ કલાકોમાં ચમક દમકવાળું શહેર અસ્તવ્યસ્ત થઇ જાય છે.

 


ભારતીય હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ફરિયાદો આવી હતી. ત્યારે મુંબઈમાં 13 અને 14 જૂન એમ બે બે દિવસ અતિવૃષ્ટિ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

 


અતિવૃષ્ટિની આગાહીને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની તમામ યંત્રણાને ફરી એક વખત એલર્ટ મોડ પર રાખી દીધી હતી. પાલિકાએ નાગરિકોને દરિયા કિનારા પાસે નહીં જવાની ચેતવણી આપી છે. તેમ જ મુંબઈના તમામ 24 વોર્ડના કંટ્રોલ રૂમને હાઈ એલર્ટ પર રહેવાનું અને તમામ વોર્ડ માટે આવશ્યક મનુષ્ય બળ અને સાધનસામગ્રીથી સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 


મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ચોમાસું બેઠાના માત્ર 11 દિવસમાં જ વરસાદનો આંકડો 505 મિલીમીટરના મહિનાના સરેરાશને પાર કરી ગયો છે. મુંબઈમાં 565.2 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવાર રાતથી લઈને મંગળવાર સુધી મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 200 મિમી વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગએ મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરીમાં રવિવાર માટે હાઇ અલર્ટ જાહેર કર્યું છે.

 


રવિવારે મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં 24 કલાકમાં 204.5 મિમી સુધી વરસાદની શક્યતા છે. મંગળવાર સુધી શહેરના કોંકણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ રહેશે. સાંતાક્રૂઝ સ્થિત વેધર સ્ટેશન મુજબ, શુક્રવાર રાત્રે 8:30 વાગ્યા સુધી 24 કલાકમાં મુંબઈમાં 107 મિમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે બંગાળની ખાડી પર ઊભું થયેલું ઓછું દબાણવાળું ક્ષેત્ર 11 જૂન શુક્રવાર સુધી પૂરી રીતે તૈયાર થઈ જશે. તેને કારણે દક્ષિણ-પશ્ચિમના ચોમાસાથી ભારે વરસાદ પડશે, જે શુક્રવાર રાતથી લઈને શનિવાર સવાર સુધી મહારાષ્ટ્રના લગભગ દરેક કાંઠા વિસ્તારોને કવર કરશે.

 


મુંબઈ શહેરના કોલાબા ઓબ્ઝર્વેટરીએ શુક્રવાર રાત્રે 8:30 વાગ્યા સુધી 24 કલાકમાં માત્ર 23.4 મિમી વરસાદ નોંધ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારે વરસાદ બાદ પણ પીવાના પાણીની સપ્લાય કરનારા 7 લેકમાં પાણીની અછત હજુ પણ છે. લેકોમાં કુલ ક્ષમતાની તુલનામાં પાણીનો સ્ટોક 12.68 ટકા છે. ગયા વર્ષે આ આંકડો 13.63 ટકા પર હતો. શહેરમાં પાણી ભાતસા, મધ્ય વૈતરણા, ઉપરી વૈતરણા, તાનસા અને મોદક સાગરથી આવે છે. તે થાણે અને નાસિક જિલ્લામાં છે.

 


હવામાન વિભાગ તરફથી મળેલી ચેતવણી બાદ બીએમસી એક્શન મોડમાં આવી ગઈ છે. નીચાણવાળા વિસ્તારો અને મીઠી નદીની પાસે રહેતા લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS