સોમવારે પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

  • May 15, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલ સાંજથી તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શરૂ થઈ ગયું છે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ ચાલુ થઈ ગયા છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 18 ના સવારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચે તેવી શક્યતા છે અને તેના એક દિવસ અગાઉ એટલે કે તારીખ 17 ના રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે આવતીકાલથી જ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે કાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અને ગુજરાતમાં ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શક્યતા છે. સોમવારથી વરસાદ નો વ્યાપ અને વિસ્તાર વધી જશે અને જુનાગઢ પોરબંદર રાજકોટ દ્વારકા અમદાવાદ પાટણ બનાસકાંઠા ખેડા આણંદ સુરત વડોદરા મોરબી જામનગર ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી પોરબંદર ગિરનાર સોમનાથ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકશે.

 


રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો, ખેડૂતોની ચિંતા વધી
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા, ગવરીદડ ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જિલ્લાના લોધિકા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.રાજકોટ શહેરમાં પણ ગઈ સમી સાંજે અમી છાંટણા અનુભવાયા હતા. અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો જિલ્લાના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કેસર કેરી સહિત મગ અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS