રવિવારે પોરબંદર–કચ્છમાં હિટવેવની હવામાન ખાતાએ આપેલી ચેતવણી

  • April 07, 2020 12:01 PM 674 views

ગીર સોમનાથ,જુનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં ગઈકાલે અને આજે હિટવેવ કન્ડિશનની ચેતવણી આપવામાં આવી હતી. તે મુજબ આજે આ જિલ્લાઓમાં અનેક સ્થળે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૦ થી ૩૫ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઇકાલની સરખામણીએ આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાવાના કારણે થોડી રાહત મળી છે. પરંતુ આગામી તારીખ ૧૦ થી ફરી પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ અને કંડલામાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયા બાદ તેમાં એકાદ ડિગ્રીનો સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, દ્રારકા, ઓખા અને મહત્પવામાં મહત્તમ તાપમાન ૨૯ થી ૩૫ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application