ગરમીમાં કોરોના વાયરસ બનશે વધુ વિકરાળ, માસ્ક પહેરી રાખજો: રિસર્ચમાં ચોંકાવનારો દાવો

  • April 19, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે.

 


સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, હૈદરાબાદના ડાયરેક્ટર ડો.રાકેશ કે. મિશ્રાનું કહેવું છે કે ગરમીની સીઝનમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે ત્યારે વાયરસના નાના-નાના કણમાં વહેંચાઈ જાય છે. વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવી જાય છે. એટલું જ નહીં, એ લાંબા સમય સુધી હવામાં રહે છે, એટલે જો વ્યક્તિ માસ્ક પહેયર્િ વિના એ સ્થળે હોય તો સંક્રમિત થવાની શક્યતા પૂરેપૂરી છે. જોકે ખુલ્લા વાતાવરણમાં સંક્રમિત થવાનો ખતરો ઓછો છે, પરંતુ હોલ, બંધ રૂમ, લિફ્ટ વગેરેમાં સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય તો ત્યાં હાજર લોકો સંક્રમિત થવાની શક્યતા ઘણી વધી જાય છે.

 


હવામાં વાયરસની અસર સમજવા માટે વિજ્ઞાનીઓએ હૈદરાબાદમાં અને મોહાલીમાં 64 સ્થળે પ્રયોગો કરીને આ તારણ કાઢ્યું હતું. એમાં હોસ્પિટલોના આઈસીયુ, સામાન્ય વોર્ડ, ગેલરી, દર્દીના ઘરના બંધ કે ખુલ્લા રૂમ, વેન્ટિલેશન ધરાવતાં અને નહીં ધરાવતાં ઘરો સામેલ છે.

 


સીસીએમબીના પૂર્વ ડાયરેકટર ડો.સીએચ મોહન રાવના મતે વાયરસ હવામાં ફેલાય છે. પરંતુ હવાથી ફેલાતો નથી. દાખલા તરીકે કોઇ જગ્યાએ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય છે તો એ 2-3 મીટરના દાયરામાં આવનાર વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે. પરંતુ આ વાયરસ ભોપાલ ગેસ કાંડ જેવો નથી ત્યારે ગેસ હવાના પ્રવાહથી ફેલાયો હતો. જ્યારે વાયરસ આવી રીતે ટ્રાવેલ કરતો નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS