ભાવનગર જિલ્લામાં ગરમી 42 ડીગ્રી સુધી પહોંચવાની આગાહી

  • March 30, 2021 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગેની ગરમી ની આગાહીને અનુલક્ષીને 108 સેવાને ખાસ તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જવાની આગાહી કરી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવામાં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.એસ, ગ્લુકોઝ સહીતની જરૂરી દવાઓ સાથે 108 સેવામાં વિશષ્ટ તૈયારી કરી લેવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં 108 સેવામાં લુ લાગવી, ચક્કર આવવા, જાડા ઉલ્ટી, તાવ આવી જવો, પેટ અને માથામાં દુ:ખાવો થવો, અને ઘણા કિસ્સામાં બેભાન થઈ જવા જેવા કિસ્સો માં વધારો જોવા મળ્યું છે.

 

 

આ સુચનોનું કરો પાલન....

સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું ટાળો.
ગરમીમાં બહાર નીકળોતો સુતરાઊ લાંબી આંખી બાયના કપડાં પહેરવાં જોઈએ.
મોઠાથી પ્રવાહી પૂરતાં પ્રમાણ માં લેવો જોઈએ જેમાં સાદું પાણી, લીંબુ, ઓઆરએસ અને છાશ, જ્યૂસ વગેરે નો ઉપયોગ કરી શકાય.
નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓ બહાર જવાનું ટાળવો જોઇયે.
સગભર્િ માતા વધારેમાં વધારે પાણી પીવો અને બોપર ના સમયે આરામદાયક જગ્યાએમાં રહવો અને તાજો લીલા શાકભાજી વાળા ભોજન જેવો જોઈએ.
ગરમીની સહેજ પણ અસર દેખાય કે આંખમાં બળતરા થવા લાગે તરત નજીકના દવાખાનું ડોક્ટરનો સપર્ક કરવો.
બની શકે તો ખુલ્લા પગે કે વાહન વ્યવહાર ટાળવો.
લુ લાગવાના ચિન્હો જણાય તો તરત જ 108 ને મદદ માટે સપર્ક કરવો જોઈએ.
જે વ્યક્તિને લુ લાગી હોય એને ઠંડાં વાતવરણમાં રાખવો હીતાવહ છે.
લુ લાગેલી વ્યક્તિને પ્રાથમિક ઉપસાર માટે  ઠંડા પાણીનાં પોતા મૂકી શકાય.
આઈસ પેક જો હોય તો જાંઘ અને બગલમાં મુકવાથી શરીરનું ઉષ્ણતાપમાન તરત જ નીચું લાવી શકાય છે.
લેબર વર્કરો જો તડકામાં કામ કરતા હોય તો દર 2 કલાકે છાયામાં 15 થી 20 મિનિટ આરામ લેવો જોઈએ.
ગરમીની ઋતુમાં બજારુ, ઉધાડો ને વાસી ખોરાક ખાવાનું ટાળવું જેથી ઝાડા-ઉલ્ટી જેવી બીમારીથી બચી શકાય.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS