BREAKING NEWS

ભાણવડ: મેવાસા ગામના કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ

  • July 11, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: મેવાસા ગામના કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ
 
ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી. 

કૂવામાં પડેલા આ શિયાળને બહાર કાઢવા માટે વાડી માલિકે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.

ઘટનાની ગંભીરતા સમજીને એનિમલ લવર્સની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, ટીમના સભ્યોએ પોતાના જાનના જોખમે કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ શિયાળને હેમખેમ બહાર કાઢ્યું હતું. 

ત્રણ દિવસની ભૂખ-પ્યાસ અને મરણતોલ પરિસ્થિતિમાંથી મુક્ત થતાં જ શિયાળને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યું હતું. આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application