IPL 2021: દિલધડક મેચમાં બેંગલોરે અંતિમ બોલ પર મુંબઈને હરાવ્યું

  • April 10, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એબી ડી વિલિયર્સની ઝંઝાવાતી બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અત્યંત દિલધડક બનેલી મેચમાં મુંબઈ ઈન્ડિન્સને બે વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીની ટીમે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટની 14મી સિઝનમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈએ બેંગલોર સામે 160 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. મુંબઈના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તે ડી વિલિયર્સના ઝંઝાવાતને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની રહી હતી. બેંગલોરે અંતિમ બોલ પર મેચ જીતી લીધી હતી. મુંબઈએ નિધર્રિીત 20 ઓવરમાં 9 વિકેટે 159 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બેંગલોરે 20 ઓવરમાં 8 વિકેટે 160 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ડી વિલિયર્સે 27 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે 48 રન ફટકાયર્િ હતા અને અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો.

 


કોહલી અને સુંદરની જોડી આવી ઓપનિંગમાં

160 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે આવેલી બેંગલોરની ઓપનિંગ જોડી જોઈને ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્ય થયું હતું. ઓપનિંગમાં કેપ્ટન વિરાટ કોહલી આવ્યો હતો. જોકે, કોહલીએ અગાઉ જ કહ્યું હતું કે તે આઈપીએલ-2021મા ઓપનિંગ કરશે. પરંતુ આશ્ચર્ય તે હતું કે તેનો સાથી ઓપ્નર વોશિંગ્ટન સુંદર હતો અને તેણે સ્ટ્રાઈક લીધી હતી. આ જોડીએ 4.2 ઓવરમાં 36 રનની ભાગીદારી નોંધાવી હતી. સુંદર 10 રન નોંધાવીને આઉટ થયો હતો.

 


કોહલી અને મેક્સવેલની આક્રમક બેટિંગ
સુંદર આઉટ થયા બાદ રજત પાટીદાર ફક્ત 8 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને ગ્લેન મેક્સવેલની જોડીએ આક્રમક બેટિંગ કરી હતી. તેમણે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ બંને બેટ્સમેન નજીકના ગાળામાં આઉટ થઈ જતા બેંગલોરની મુશ્કેલીઓ વધી ગઈ હતી. કોહલી 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 33 રન નોંધાવીને બુમરાહના બોલ પર બોલ્ડ થયો હતો જ્યારે મેક્સવેલે 28 બોલમાં 39 રન ફટકાયર્િ હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી.

 


ડી વિલિયર્સની ઝંઝાવાતી બેટિંગ બેંગલોરને જીતાડ્યું
એક સમયે બેંગલોરનો સ્કોર 16.3 ઓવરમાં 6 વિકેટે 122 રનનો હતો અને તેવામાં મુંબઈ વિજય નોંધાવશે તેવું લાગી રહ્યું હતું. જોકે, એબી ડી વિલિયર્સે એક છેડો જાળી રાખ્યો હતો. સાઉથ આફ્રિકાના સ્ટારે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી હતી અને બેંગલોરને જીતાડ્યું હતું. બેંગલોરને અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી. પ્રથમ ત્રણ બોલ પર ચાર રન આવ્યા હતા. માર્કો જાનસેને કરેલી અંતિમ ઓવરના ચોથા બોલ પર બે રન લેવા જતા ડી વિલિયર્સ રન આઉટ થતાં મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. જોકે, ત્યારે એક રન પૂરો થઈ ગયો હતો. આમ અંતિમ બે બોલમાં બે રનની જરૂર હતી અને બેંગલોરે તે બે રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ડી વિલિયર્સે 27 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 48 રન ફટકાયર્િ હતા. મુંબઈ માટે જસપ્રિત બુમરાહ અને માર્કો જાનસેને બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે કૃણાલ પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક સફળતા મળી હતી.

 


શાનદાર શરૂઆત બાદ રોહિત રન આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યા બાદ કેપ્ટન રોહિત શમર્િ અને ક્રિસ લીનની જોડી ઓપનિંગમાં આવી હતી. આ જોડીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. જોકે, આ જોડી વધારે જોખમી બને તે અગાઉ બેંગલોરને રાહત થઈ હતી. રોહિત શમર્િ રન આઉટ થઈ જતા મુંબઈને શરૂઆતમાં જ મોટો ફટકો પડ્યો હતો. રોહિત શમર્એિ 15 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સર સાથે 19 રન નોંધાવ્યા હતા. તેણે લીન સાથે મળીને 24 રનની ભાગીદારી નોંધાવી હતી.

 


અડધી સદી ચૂક્યો લીન, સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગ
રોહિત આઉટ થયા બાદ ક્રિસ લીને બાજી સંભાળી હતી અને તેને સૂર્યકુમાર યાદવનો સાથ મળ્યો હતો. આ જોડીએ બેંગલોરના બોલર્સને હંફાવ્યા હતા અને તાબડતોબ બેટિંગ કરીને સ્કોરબોર્ડને ઝડપથી ફરતું રાખ્યું હતું. સૂર્યકુમાર 23 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 31 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે લીન એક રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 35 બોલમાં 49 રન નોંધાવ્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. સૂર્યકુમાર અને લીને બીજી વિકેટ માટે 70 રન જોડ્યા હતા.

 


ઈશાન અને હાર્દિકનું ઉપયોગી યોગદાન, હર્ષલ પટેલનો તરખાટ અંતિમ ઓવર્સમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ઝડપી બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈશાન કિશને 19 બોલમાં 28 રન ફટકાયર્િ હતા જેમાં બે ચોગ્ગા અને એક સિક્સર સામેલ છે. જ્યારે હાર્દિક પંડ્યાએ 10 બોલમાં 13 રન નોંધાવ્યા હતા. જોકે, મુંબઈની ઈનિંગ્સની અંતિમ ઓવરમાં હર્ષલ પટેલે તરખાટ મચાવતા ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓવરમાં મુંબઈએ કુલ ચાર વિકેટ ગુમાવી હતી. હર્ષલ પટેલે ચાર ઓવરમાં 27 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે કાયલે જેમિસન અને વોશિંગ્ટન સુંદરને એક-એક સફળતા મળી હતી.

 


આજે ગુરુ-શિષ્ય વચ્ચે જામશે જંગ: સાંજે 7-30 વાગ્યે મેચ
ચેન્નાઇ સુપરકિંગ અને દિલ્હી કેપિટલ્સ પાસે મેચવિનર ખેલાડીની લાંબી યાદી

 

રિષભ પંતના નેતૃત્વ હેઠળની દિલ્હી કેપિટલ્સ અને મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ શનિવારે આમનેસામને થશે ત્યારે આ મેચને ગુરુ-શિષ્ય વચ્ચેના મુકાબલા તરીકે જોવામાં આવી રહી છે. દિલ્હીની ટીમ 2020ની સિઝનમાં રનર્સ-અપ રહી હતી અને આ વખતે તે ટાઇટલ જીતવાનું સ્વપ્ન સાકાર કરવાના અભિયાન સાથે આઇપીએલ ટ્વેન્ટી20માં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. બીજી તરફ યુએઇ ખાતે ગયા વર્ષે રમાયેલી લીગમાં સાતમા સ્થાને રહેલી ચેન્નઇની ટીમ ખરાબ પ્રદર્શનને ભૂલી જઇને નવેસરથી શરૂઆત કરવાનો ટાર્ગેટ રાખશે.

 


દિલ્હી કેપિટલ્સ પાસે શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, સ્ટિવ સ્મિથ અને રિષભ પંત જેવા મજબૂત બેટ્સમેનો છે. ધવને ગયા વર્ષે 618 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ વિજય હજારે ટ્રોફીમાં 827 રન બનાવ્યા હતા અને તે ધવન સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરી શકે છે. દિલ્હી પાસે માર્કસ સ્ટોનિસ, શિમરોન હેતમાયર તથા સેમ બિલિંગ્સ જેવા મિડલ ઓર્ડરના ઓલરાઉન્ડર છે. ચાર વિદેશી ખેલાડીઓને રમાડવાના હોવાથી પ્લેઇંગ ઇલેવનની પસંદગી મોટો પડકાર રહેશે. બોલિંગમાં ઇશાન્ત શમર્,િ કાગિસો રબાડા, ઉમેશ યાદવ, ક્રિસ વોકિસ તથા એનરિચ નોર્તઝે છે. સ્પ્નિમાં આર. અશ્વિન અને અમિત મિશ્રા ઉપર મદાર રહેશે. અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તે હજુ ટીમ સાથે જોડાયો નથી. રબાડા અને નોર્તઝે ક્વોરન્ટાઇન થયા હોવાથી પ્રથમ મુકાબલો ગુમાવશે.

 


ચેન્નઇની ટીમમાં સિનિયર બેટ્સમેન સુરેશ રૈનાનું પુનરાગમન થયું છે જે આઇપીએલમાં કુલ 5368 રન બનાવી ચૂક્યો છે. ટોચના ક્રમમાં ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયડૂ છે. યુવા ખેલાડી સેમ કરન, મોઇન અલી અને ધોની મિડલ ઓર્ડરને મજબૂત કરશે. બોલિંગમાં શાર્દૂલ ઠાકુર શાનદાર ફોર્મમાં છે. દીપક ચહર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની પણ ચેન્નઇના અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા રહેશે. ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારાને રમાડવામાં આવે છે કે નહીં તે પણ રસપ્રદ બની શકે છે. કદાચ તેને પ્રારંભિક કેટલીક મેચ રમાડીને તેના પ્રદર્શન અંગે ચેન્નઇ સમીક્ષા કરી શકે છે. સ્પ્નિ વિભાગમાં મોઇન અલી, મિચેલ સાન્તેનર તથાઔઇમરાન તાહિર વચ્ચે હરીફાઇ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS