ગણેશ ચતુર્થી પર કરવાના હોય ઉપવાસ તો આ રીતે ટીપ્સને જરૂર કરજો ફોલો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

22 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ  ઉજવવામાં આવશે. આ તહેવાર 10 દિવસ માટે ઉજવવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઘરે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરે છે. આ સાથે ઘણા લોકો 10 દિવસ ઉપવાસ પણ રાખે છે. આવી સ્થિતિમાં જેઓ આ સમયે ઉપવાસ રાખે છે. તેમણે તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો પડે. 

 

10 દિવસ સુધી ધ્યાન ન રાખવામાં આવે  અથવા ખોટી વસ્તુઓના સેવનથી પેટમાં દુખાવો, એસિડિટી, ઉલટી અથવા અપચો વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. તેથી આજે અમે તમને ઉપવાસ દરમિયાન આ મુશ્કેલીઓથી બચવા માટે વિશેષ આહારની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ રીતે જો તમે ઉપવાસ કરશો તો તમે 10 દિવસ ઉપવાસ કરી પણ સ્વસ્થ રહી શકશો. 


1. તમે તમારા ઉપવાસની શરૂઆત સવારે નાસ્તામાં તાજા ફળ ખાવાથી અથવા જ્યૂસ પીને કરી શકો છો. તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહેશે. ઉપરાંત તમે આખો દિવસ તાજગી અનુભવશો. 


2. સવારે ભરપેટ ફળ ખાઓ પણ રાત્રે થોડું થોડું ખાવાનું રાખો. આ સમય દરમિયાન તમે પ્રોટીનયુક્ત પનીર બનાવી અને ખાઈ શકો છો.  


3. ઉપવાસ દરમિયાન તમે સાબુદાણો, રાજગરાના લોટની પુરી, રોટલી બનાવી ઉપયોગમાં લઈ શકો છો.


4. જે લોકોને ડાયાબિટીઝ હોય છે તેઓએ ખાસ કરીને ખોરાકમાં ઓછું તેલ વાપરવું જોઈએ. તેમણે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું અને સમયાંતરે ફળ, ડ્રાયફ્રૂટ, દૂધ વગેરે લેતા રહેવું જોઈએ. 


5. ઉપવાસ દરમિયાન વધુ તેલયુક્ત ચીજો જેવી કે વેફર, ચિપ્સ, તળેલા મગફળીના દાણા વગેરેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. 


6. આ બધાની સાથે વધારે પ્રમાણમાં ચા અને કોફી પીવાનું પણ ટાળવું જોઈએ. આ વસ્તુઓ ખાલી પેટ લેવાથી પેટમાં દુખાવો, એસિડિટી વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application