આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી, તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા

  • June 01, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના 1991ની બેચના આઈએએસ અધિકારી અને ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી થઈ છે. તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. કોરોનાના કપરા કાળમાં તેઓ સતત સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માટે અરજી કરી હતી જેને કેન્દ્ર દ્વારા 24 મેના રોજ મંજૂર કરવામાં આવી હતી. 

 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશ્નર તરીકે સેવા આપી ચુક્યા છે.  તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતુ. તે હાલમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પદે જવાબદારી સંભાળી રહ્યા હતા. 

 

જયંતિ રવિને કેંદ્રના પ્રતિનિધિ તરીકે તમિલનાડુના એરોવિલ ફાઉંડેશનના સેક્રેટરી બનાવાયા છે. જયંતિ રવિને 3 વર્ષના ડેપ્યુટેશન પર મોકલવાની પ્રપોઝલ કેન્દ્રમાં કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે. 

જયંતિ રવિ મૂળ તમિલનાડુના ચેન્નાઈના વતની છે. તેમણે 15 સપ્ટેમ્બર 1991ના રોજ આઈએએસ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. સાબરકાંઠાના ટીડીઓ તરીકે જયંતિ રવિએ ગુજરાતમાં કારર્કિદીની શરુઆત કરી હતી. તેઓ પંચમહાલના કલેક્ટર રહી ચુક્યા છે. લેબર કમિશ્નર અને હાયર એજ્યુકેશન કમિશ્નર પણ રહી ચુક્યા છે. તેઓ 3 સપ્ટેમ્બર 2019ના રોજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અગ્ર સચિવ નિયુક્ત થયા હતા. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS