કોવિડ-19 અને વાવાઝોડાની સ્થિતિમાં આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓને રજા, હડતાળ, દેખાવો કરવા પર પ્રતિબંધ

  • May 17, 2021 07:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં  કોવીડ -૧૯ ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા , હડતાળ , ફરજ પરથી અળગા રહેવા , દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે એમ આરોગ્ય વિભાગની યાદી મા જણાવાયુ છે. 


 

યાદીમા વધુમાં જણાવાયાનુસાર આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ -૧ થી વર્ગ -૪ સુધીના સંવર્ગો જેવા કે તજનો , તબીબો , પેરામેડીકલ સ્ટાફ , નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાલ પર જઇ રહયા છે અને કેટલાકે હડતાલ પર જવાની ચીમકી આપીને માનવીય સેવામા વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

 


આરોગ્ય વિભાગની આવશ્વક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ -૧ થી વર્ગ -૪ ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડીકલ સ્ટાફ , નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ , નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારીત સેવાઓ આપતા તમામ વ્યકિતઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ -૧૯ ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે.આ માટે કોઇપણ જાતની રજા , હડતાળ , ફરજ પરથી અળગા રહેવા , દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS