જોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

  • January 31, 2024 03:02 PM 

જોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા- પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .

જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, તેમજ  કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ  મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ ૧૫ કેસ દાખલ થયા હતા.

આ સમગ્ર કામગીરી દરમિયાન રૂ. ૨૫૦૦ જેટલો દંડ એકત્ર કરાયો હતો. આ કામગીરીમાં તાલુકા સુપર વાઈઝર શ્રી બી.કે. ગોધાણી, જિલ્લા કાઉન્સેલર શ્રી નઝમાબેન હાલા, એમ.પી.એસ. શ્રી સુધીર રાઠોડ, એમ.પી.ડબલ્યુ શ્રી પી.બી.બારડ, શ્રી એમ.બી.રાઠોડ, શ્રી આર.જે.પરમાર તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હેડ કોન્સટેબલ શ્રી નિલેશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application