મહિલાઓના ઝાંઝર પહેરવા પાછળ માત્ર પારંપરિક જ નહીં બીજા અનેક કારણો પણ છે, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પગમાં પહેરેલા ઝાંઝરનો મીઠો મધુરો અવાજ કોને પસંદ ન પડે ? ઝાંઝર પહેરવાનું ચલણ આજકાલ નહીં પરંતુ હિન્દુસંસ્કૃતિમાં સદીઓ પૂર્વે ચાલતું આવ્યું છે. કહેવામાં આવે છે કે જો પરિણીત મહિલાઓ પગમાં ઝાંઝર પહેરે છે, તો એ શુભ માનવામાં આવે છે. આ માટે પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીએ આજીવન ઝાંઝર પહેરવા જોઈએ.

 

પરંતુ શું તમે જાણો છો કે ઝાંઝર પહેવા પાછળ પારંપરિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. મહિલાઓ હંમેશા ચાંદીના ઝાંઝર પહેરે છે જેથી ચાંદી તેના શરીરને અડીને રહે છે. તે મહિલાઓને શીતળતા પ્રદાન કરે છે જેથી ઘણી બધી બિમારીઓ દૂર રહે છે. ચાલો જાણીએ ઝાંઝર પહેરવાથી શુ ફાયદા થાય છે.

 

નકારાત્મક ઉર્જાથી બચાવે છે

 

લગ્ન બાદ પહેરવામાં આવતાં ઝાંઝર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેને પગમાં ધારણ કરવાથી મહિલાઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

 

રક્ષા કવચ બને છે 

 

ઝાંઝર પહેરવાથી માત્ર નકારાત્મક ઉર્જા દૂર નથી રહેતી પરંતુ મહિલાઓને રક્ષાકવચ પણ પ્રદાન થાય છે, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ ખરાબ નજરથી બચાવે છે.

 

હાડકા મજબુત બનાવે છે

 

ઝાંઝર પહેવા પાછળ વૈજ્ઞાનિક તર્ક અન્ય એ પણ છે કે હાડકાને મજબૂત બનાવે છે, ઝાંઝર પહેરવાથી જ્યારે તે પગને અડકે છે ત્યારે ત્વચા દ્વારા તે હાડકાંને પણ લાભ પહોંચાડે છે અને હાડકા મજબૂત બને છે.

 

સોજો દૂર કરે છે

 

એવું માનવામાં આવે છે કે જો કોઈ પરિણીત સ્ત્રીઓના પગમાં સોજા આવી જતા હોય તો ઝાંઝર પહેરવાથી સોજા દુર થાય છે.

 

ઇચ્છાશક્તિ મજબૂત બને છે

 

પગમાં ઝાંઝર પહેરનારી મહિલાઓની ઇચ્છાશક્તિ મજબૂત બને છે આ કારણે આવી સ્ત્રીઓ સ્વાસ્થ્યની ચિંતા વિના તેઓ તમામ જવાબદારીઓ ઉપાડી શકે છે.

 

આધ્યાત્મિક માન્યતા

 

ચાંદી શરીરને ઠંડુ રાખે છે આ માટે ચાંદીના ઝાંઝર પહેરવાનું ચલણ છે. શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને આધ્યાત્મિક માન્યતા પ્રમાણે કોઈ મહિલા નો સ્વાસ્થ્ય ખરાબ હોય તો ઝાંઝર પહેરવાથી તેના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

 

વાસ્તુશાસ્ત્રમાં મહત્વ

 

  • વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઝાંઝરમાં જોડેલા ઘૂઘરા ના અવાજ નકારાત્મક શક્તિઓથી બચાવે છે.
  • આ સિવાય તેવી શક્તિઓ જાગૃત થાય છે જે મહિલાઓને ખરાબ નજરથી બચાવે છે.
  • પતિ-પત્નીના સંબંધમા મધુરતા બની રહે છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે ધનનો વરસાદ પણ થાય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS