નરણા કોઠે આરોગો લીમડાની ચટણી, અને રોગપ્રતિરોધક શક્તિમાં કરો વધારો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સ્વાસ્થ્ય માટે લીમડાની મહત્તા અનેરી છે. ખાસ કરીને લીમડાના પાન કડવા હોય છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે. શરીરના સોજાને ઉતારવા માટે મદદ કરે છે જ્યારે લિવર અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે. 

 

આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે લીમડાને આરોગવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઘણા લોકો એવા છે કે લીમડાના પાન તેમને કડવા હોય માટે તેઓ સ્વાદના લીધે ખાતા નથી પરંતુ આયુર્વેદમાં લીમડાનું મહત્વ છે અને ખાલી પેટે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ સારી રહે છે.

 

સામગ્રી

 

10 લીમડાના પાન

 

2 ચમચી ગોળ

 

ત્રણથી ચાર કોકમ

 

અડધી ચમચી જીરૂ

 

મીઠું સ્વાદ પ્રમાણે

 

પદ્ધતિ


સૌપ્રથમ લીમડાના પાનને સારી રીતે ધોઈ લો.

 

મિક્સરના ઝારમાં લીમડાના પાન ,ગોળ તેમજ જીરૂ લઈને ક્રશ કરી લો.

 

આ મિશ્રણને એક બાઉલમાં કાઢો અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી લો.

 

તૈયાર છે આરોગ્યવર્ધક લીમડાના પાનની ચટણી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS