નાનકડા લવિંગના મોટા ફાયદાઓ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


દુનિયાભરમાં લોકો લવિંગનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આપણે પણ આપણી દિનચર્યામાં લવિંગનો અલગ-અલગ રૂપે ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓથી છુટકારો અપાવવા માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. લવિંગનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિશે જાણીએ.


લવિંગનો ઉપયોગ કરવાથી દાંતોમાં થતા દર્દને નિવારી શકાય છે. જે લોકોના મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તેઓ લવિંગને શેકી અને ચાવવાનું શરૂ કરી દેશે તો થોડાક જ દિવસમાં આ સમસ્યામાંથી છુટકારો મળી જશે, પરંતુ મેડિકલ કન્ડિશન વખતે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

 

પાચનક્રિયા બગાડવા માટે પેટમાં રહેલા જીવાણુઓ જવાબદાર હોય છે, પેટમાં હાનિકારક કિરણોની સ્થિતિ વધારે થવાના કારણે વારે વારે થુંક આવે છે,  જે લોકોને  આ સમસ્યા વધારે હોય તેઓ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ લવિંગનું સેવન કરે તો આ સમસ્યા નિવારવા  માટે ઉપયોગી થાય છે.

 

મોમા થતાં ચાંદા પેટ સાફ ન આવવાના કારણે પણ થતાં હોય છે, ત્યારે શેકેલા લવિંગની મોઢામાં પંદરથી વીસ મિનિટ સુધી રાખવાથી ચાંદાની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

 

જે લોકોને તણાવના કારણે માથાનો દુખાવો થતો હોય છે, અથવા તો સામાન્ય માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો લવિંગનું સેવન કરવાથી આ સમસ્યામાંથી ઘણા અંશે રાહત મળી શકે છે.

 

લવિંગમાં શારીરિક પીડા ઓછી કરવાની ક્ષમતા હોય છે, એક બે ગ્લાસ પાણીમાં 10 થી 15 ના લવિંગ ઉકાળો પછી આ પાણીને થતાં દર્દ પર ચોપડવું જેથી દર્દમાં ઘણી રાહત થશે. 

 

લવિંગમાં એન્ટીડિપ્રેસન્ટ ગુણ મળી આવે છે જે તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે તમે શેકેલા લવિંગને રાત્રે પણ ખાઈ શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS