કડવા કારેલા પણ ઔષધીય ગુણોથી છે ભરપૂર, આવો જાણીએ કે તેના વિવિધ લાભ  

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સ્વાદમાં કડવા હોવા છતાં  કારેલા ખાવામાં સ્વાદિષ્ટ હોય જ્યારે એક પેટ સંબંધી સમસ્યાઓને દૂર પણ કરે છે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.આ સિવાય કારેલાનું જ્યુસ ત્વચા સંબંધી ઘણી બધી સમસ્યા દૂર કરે છે. અને ચહેરાની ચમક વધારે છે. આવો જાણીએ કે ત્વચાની ચમક વધારવાથી લઈને સ્વાસ્થ્ય માટે કઈ રીતે કારેલાના ફાયદા રહેલા છે.

 

 કારેલામાં એન્ટી  માઇક્રોબિયલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે. જેથી ચહેરા પર એકને અને ખીલ થતાં નથી અને ત્વચા ચમકદાર બની રહે છે. 

 

એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં કરેલાનું  જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય માટે લાભકારક રહે છે. આ સિવાય ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ થતી નથી.

 

કારેલાનું જ્યુસ કિડનીની પથરી કાઢવામાં પણ મદદરૂપ થાય છે આ સિવાય ઉલટી ઝાળા ગેસ કમળો જેવી બીમારીઓમાં પણ આરામ પહોંચાડે છે.

 

કારેલામાં ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે તેના સેવનથી કબજિયાત અને પાચન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે પેટમાં ગેસ અને અપચો હોય ત્યારે કારેલાના રસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.

 

લોહી સાફ રાખવા માટે પણ કારેલા લાભકારક હોય છે સાથે જ તે ડાયાબિટીસ અને આર્થરાઇટિસ તેમજ હાથ અને પગમાં બળતરા જેવી સમસ્યા હોય ત્યારે કારેલાના રસનું માલિશ કરવાથી લાભ મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS