ટ્વીટર ઇન્ડિયાના હેડને ઉત્તરપ્રદેશ પોલીસ સમક્ષ હાજર થવું પડશે

  • June 18, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો આરોપ, સંસદીય પેનલ સમક્ષ પણ આજે હાજરી અને પૂછપરછ

 


ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ટ્વીટર ઇન્ડિયાના હેડને કાનૂની નોટિસ આપવામાં આવી છે અને તેને હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં એક વૃધ્ધને માર મારવાના પ્રકરણમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે.

 


આ ઉપરાંત આજે સંસદીય પેનલ ની બેઠક મળવાની છે અને આજે સાંજે ટ્વીટર ઇન્ડિયાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમને કેટલાક સવાલો કરવામાં આવશે. દરમિયાનમાં ઉત્તર પ્રદેશની પોલીસે એવી સૂચના પણ આપી છે કે એક સપ્તાહની અંદર ટ્વીટર ઇન્ડિયા ના હેડ ને નિવેદન કરવું પડશે અને પોલીસ સ્ટેશન આવવાનું રહેશે.

 


ટ્વીટર ઈન્ડિયા ના એમડી મહેશ્વરી ને જે લીગલ નોટિસ પાઠવવામાં આવી છે તેમાં એવો ઉલ્લેખ છે કે તેમની સામે અનેક ધારાઓ હેઠળ કેસ દાખલ થયેલો છે કારણકે આ સંબંધમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવતા મેસેજ મૂકવાની ટ્વીટરમાં પરવાનગી મળી હતી.

 


ઉત્તર પ્રદેશ પોલીસે જે ફરિયાદ નોંધી છે તેમાં પણ એવો ઉલ્લેખ છે કે વિડીયો અપલોડ કરતા પહેલા તેની ખરાઈ કરવામાં આવી નથી અને બેફામ રીતે બધાને વિડિયો મુકવાની પરવાનગી આપવામાં આવી હતી અને એમ કરીને સમાજમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 


દરમિયાનમાં આજે સાંજે ચાર વાગે પાલર્મિેન્ટ હાઉસ ખાતે સંસદીય પેનલની બેઠક મળવાની છે અને તેમાં આ મુદ્દા પર ગંભીરતાથી ચચર્િ થશે અને તેમાં ટ્વિટર ઇન્ડિયાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને આ બધાએ આજે સાંજે પેનલ સમક્ષ હાજર થવાનું છે અને પોતાના નિવેદન નોંધાવવા ના છે.

 


કેન્દ્ર સરકાર દ્વારા આક્રમક વલણ અપ્નાવવામાં આવ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશની પોલીસ સમક્ષ ટ્વિટરના ઇન્ડિયા હેડ કેવું બયાન આપે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021