હાટકેશ્વર જયંતિની ઉજવણી લોકડાઉનને અનુરુપ કરતાં ભક્તો

  • April 07, 2020 10:28 AM 314 views

 

જૂનાગઢમાં આજે પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે હાટકેશ જયંતીની સાદાઈ પૂર્વક ઉજવણી કરાઈ હતી. દર વર્ષે ભવ્ય શોભાયાત્રા આ દિવસે યોજાય છે પરંતુ હાલની સ્થિતને ધ્યાનમાં રાખી અને મંદિરના પટાંગણમાં ખાતે જ હાટકેશ્વર દાદાની રવેડી  દર્શનાર્થે માટે રાખવામાં આવી હતી. 

 

નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ એવા ભગવાન હાટકેશ્વર મહાદેવની આજે જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપ વાડા ખાતે આવેલ પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વર્ષે મંદિરના પટાંગણ મા જ ભગવાન હાટકેશ્વર દાદાની રવેડી રાખવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓ સંચાલકો તથા પૂજારીઓ દ્વારા નિયમોનો ભંગ ન થાય તે વાતનું ધ્યાન રાખી અને  હાટકેશ્વર દાદાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે હાટકેશ્વર મહાદેવ મંદિરથી લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા જય હાટકેશ નાદ સાથે દર્શનાર્થે માટે નીકળતી હતી તથા તેનું ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવતું હતું તો સાંજે ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાવાયરસની અસર ને લઈ તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે અને હાટકેશ્વર દાદા જન્મ જયંતી ની ઉજવણી સાદાઈ પૂર્વક પરંતુ ભાવપૂર્વક ઉજવણી કરાઇ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application