શું ખરેખર દુલ્હનિયા-3 માટે આલિયા ભટ્ટને રિપ્લેસ કરવામાં આવી છે?

  • January 05, 2024 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ દુલ્હનિયા – 3નું શૂટિંગ આ વર્ષથી શરૂ થશે તેવા સમાચાર હતા. ત્યારે દુલ્હનિયાના ત્રીજા ભાગે ચર્ચાનું બજાર ગરમ રાખ્યું છે. ગુરૂવારથી એવી વાત વહેતી થઇ છે કે દુલ્હનિયાના ત્રીજા ભાગ માટે આલિયા ભટ્ટના સ્થાને જ્હાન્વી કપૂરને લેવામાં આવી છે. દુલ્હનિયાના ત્રીજા ભાગ માટે આ વહેતી અફવા પર કરણ જોહરે પ્રતિક્રિયા પાઠવી હતી.


એ તો સૌ કોઇ જાણે જ છે કે વરુણ ધવન અને આલિયા ભટ્ટે દુલ્હનિયા શ્રેણીની બંને ફિલ્મો હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયામાં કામ કર્યું છે. બન્નેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડી છે. આ બંને ફિલ્મોમાં આલિયા અને વરુણની કેમેસ્ટ્રી ચાહકોને ગમી હતી અને આ ફિલ્મો ઘણી સફળ પણ રહી હતી. હવે દુલ્હનિયા ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ માટે એ એફવાએ જોર પકડયું છે કે આલિયા ભટ્ટને જ્હાન્વી કપૂરે રિપ્લેસ કરી છે. વાસ્તવમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જ્હાન્વી કપૂર ફ્રેન્ચાઈઝીની નવી 'દુલ્હન' હશે. પરંતુ કરણ જોહરે આ દાવાને નકારી દીધો છે. તેણે આ માટે કહ્યું કે આ માત્ર અટકળો અને જુઠ્ઠાણું છે.


દુલ્હનિયાના ત્રીજા ભાગ માટેની અફવાઓને ખંડીત કરવા કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે,  દરરોજ સવારે તે એવા સમાચાર જુએ છે કે જેની સત્તાવાર પુષ્ટિ ધર્મા પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવી નથી. જેમ જેમ સમય જશે અને યોજનાઓ બનશે અને ફળશે તેમ વિગતો પણ શેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેણે ભાવિ ફિલ્મ માટેના લોકોના ઉત્સાહ માટે ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે આલિયા ભટ્ટના સ્થાને જ્હાન્વી કપૂરની દુલ્હનિયાના ત્રીજા ભાગમાં લેવાની વાતનું કરણ જોહરે ખંડન કરી દીધું છે.


આ ઉપરાંત દુલ્હનિયાના ત્રીજા ભાગની વાર્તા અલગ હશે તેમ પણ કહેવામાં આવે છે. એક અહેવાલ અનુસાર શશાંક ખેતાન 'દુલ્હનિયા-3'નું દિગ્દર્શન કરશે. દુલ્હનિયાનો ત્રીજો ભાગ પહેલાના બન્ને ભાગો સાથે જોડવામાં કે સાંકળવામાં આવશે નહીં. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આગામી કેટલાક મહિનામાં તેનું શૂટિંગ શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News