હર્ષ સંઘવી માત્ર રક્તદાન કેમ્પ સિવાય અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહેતા જામનગરમાં અનેક તર્ક-વિતર્ક....?

  • May 23, 2023 03:17 PM 

હર્ષ સંઘવી માત્ર રક્તદાન કેમ્પ સિવાય અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહેતા જામનગરમાં અનેક તર્ક-વિતર્ક....?


ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવેલા હોય ત્યારે માત્ર રક્તદાન કેમ્પમાં જ હાજરી આપીને અચાનક હર્ષ સંઘવી અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી સર્કીટ હાઉસ જતા રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે....


જામનગરમાં ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિમાન મારફતે ગત મોડી સાંજે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.


જ્યારે જામનગર હવાઈમથકથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુર્જર સુથારની વાડી ખાતે રાજપુત સમાજ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન રક્તદાન અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હર્ષ સંઘવી અચાનક જ તે કાર્યક્રમ સ્થળ છોડી જામનગરના સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થઈ ગયા હતા.


રક્તદાન કેમ્પના કાર્યક્રમ બાદ શોભાયાત્રા અને જિલ્લા પંચાયત સર્કલ નજીક શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર તથા પદમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ કે જેઓ રક્તદાન કે તેમ જ ભવ્ય શોભાયાત્રા તથા જિલ્લા પંચાયત સર્કલ પાસે આવેલ શ્રી મહારાણા પ્રતાપ ની પ્રતિમાને ફૂલહાર અને પદમ પાર્ટી પ્લોટ સહિતના કાર્યક્રમ સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ તમામ સ્થળોએ ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની ગેરહાજરી જોવા મળી હતી.


જોકે સ્વાભાવિક છે કે જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપીને ગુજરાતના બે મહાનુભાવો સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી જ્યારે જામનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા હોય અને એવા સમયે માત્ર એક જ મહાનુભાવ તમામ કાર્યક્રમો ઉપસ્થિત રહે અને અન્ય મહાનુભાવો એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અચાનક સર્કિટ હાઉસ ખાતે જતા રહે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જામનગર શહેરમાં રાજકીય વર્તુળો અને અન્ય જગ્યાએ અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. 


જ્યારે શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણીના અંતિમ કાર્યક્રમ પદમ પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્યની રક્તતુલા અને ભવ્ય લોકડાયરા સહિતના કાર્યક્રમોમાં પણ બંને મહાનુભાવો ઉપસ્થિત ન રહ્યા હતા. જ્યારે સી.આર પાટીલ દ્વારા પદમ પાર્ટી પ્લોટ ખાતે રાત્રિ ભોજન લેવામાં આવ્યું હતું, પરંતુ હર્ષ સંઘવી રાત્રિ ભોજન લેવા પણ ન આવ્યા અને સીધા એરપોર્ટ ખાતે પહોંચી અમદાવાદ જવા રવાના થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application