ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે પાટીદાર નેતા હાર્દિક પટેલની નિમણૂક

  • July 11, 2020 08:43 PM 1420 views

 

ગુજરાતમાં હાર્દિક પટેલની કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સત્તાવાર રીતે તાત્કાલિક અસરથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. 

 

આ સાથે જ આણંદ, સુરત અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રમુખોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી આ જવાબદારી માટે આણંદ માટે મહેન્દ્રસિંહ પરમાર, સુરત માટે ધારાસભ્ય આનંદ ચૌધરી અને દેવભૂમિ દ્વારકા માટે યાસીન ગજ્જનના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને પણ પક્ષએ મંજૂર રાખ્યો છે. 

 

 

  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application