હાર્દિક પંડ્યાએ શેર કર્યો દીકરાનો ફોટો, ચાહકો પણ વરસાવી રહ્યા છે પ્રેમ

  • August 01, 2020 12:39 PM 1068 views

 

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે નાનકડા મહેમાનનું આગમન થઈ ચુક્યું છે. બે દિવસ પહેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી કે તેના ઘરે દીકરાનો જન્મ થયો છે અને હવે તેણે એક બીજી તસવીર શેર કરી છે જેમાં તે પોતાના પુત્રને હાથમાં લઈ ઊભેલો જોવા મળી રહ્યો છે.

 

30 જુલાઈએ 26 વર્ષીય હાર્દિક પંડ્યાના ઘરે ખુશીની લહેર દોડી ગઈ હતી. તેણે તેના પિતા બનવાની ખુશખબર સોશિયલ મીડિયા પર આપતા લખ્યું હતું કે નતાશાએ દીકરાને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાના પિતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.  તેવામાં હવે વધુ એક ફોટો શેર કર્યા પછી ફરી એકવાર પંડ્યાને તેના ચાહકો સતત અભિનંદન પાઠવી રહ્યા છે.

 


હાર્દિક પંડ્યા પુત્રના પિતા બન્યા હોવાના સમાચારને જાણતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા અને નતાશાને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'તમે બંનેને અભિનંદન.'

 

આ વર્ષની શરૂઆતમાં હાર્દિકે અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે તેની અચાનક સગાઈના સમાચાર આપ્યા ત્યારબાદ લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ ફરી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા જ્યારે તેણે પોતાના લગ્ન અને નતાશા પ્રેગનન્ટ હોવાની વાત શેર કરી હતી. હવે તે પિતા બની ગયો છે અને પુત્રની પહેલી તસવીર શેર પણ કરી દીધી છે. 

 


 

  

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application