હાર્દિક પંડ્યાએ શેર કરી તેની નવી ઘડિયાળની તસવીરો, કિંમત જાણી તમે ચોંકી ઉઠશો

  • August 24, 2021 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘડિયાળના ખૂબ શોખીન છે અને તેણે કેટલાક ઈન્ટરવ્યુમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યો છે. હાર્દિકે તેની નવી ઘડિયાળનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ઘડિયાળની કિંમત જાણીને તમને પણ આશ્ચર્ય થશે. 

 

હાર્દિકે 13 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમાં તેની ઘડિયાળની પણ એક તસવીર જોવા મળી હતી. આ સ્ટાર ઓલરાઉન્ડરે Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. હાર્દિક મોંઘી ઘડિયાળો તેમજ વૈભવી વાહનોનો ખૂબ શોખીન છે.

 

હાર્દિક સોશિયલ મીડિયા પર પણ એકટીવ રહે છે અને દરરોજ પોસ્ટ શેર કરતો રહે છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPL 2021ના ​​બીજા તબક્કાની તૈયારી શરૂ કરી દીધી છે. IPL 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં રમાવાનો છે. બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. હાર્દિક તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસથી પાછો ફર્યો છે, જ્યાં તેના ખરાબ ફોર્મ માટે તેની ટીકા થઈ રહી છે. હાર્દિક આઈપીએલ દરમિયાન ફોર્મમાં પરત ફરવા ખુબ મહેનત કરી રહ્યો છે. કારણ કે ટૂંક સમયમાં જ ટી 20 વર્લ્ડ કપ રમાવાનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS