મગજમાં રહેલા ડોપામાઈનથી મળે છે ખુશી, તેને વધારવાની જાણો રીત

  • May 19, 2021 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા શરીરમાં કેટલાક હોર્મોન્સ એવા છે જેની અસરથી આપણે ખુશ અને સકારાત્મક રહીએ છીએ. આપણી ખુશી અને સકારાત્મકતાનો આધાર ડોપામાઇન નામા એક કેમિકલ પર હોય છે. મગજમાંથી ડોપામાઇન કેમિકલ રિલીઝ થાય છે ત્યારે પ્રેરણા, સુખ અને આરામ જેવી ઘણી સકારાત્મક લાગણીઓ મનમાં ઉત્પન્ન થાય છે. જ્યારે આ કેમિકલ ઘટે છે ત્યારે હતાશા, નિરાશા જેવી લાગણી વધે છે અને તેની અસર આપણા વર્તન પર પણ થાય છે. તેવામાં ખુશીના અનુભવને વધારવા માટે અને ડોપામાઈનનું પ્રમાણ ઘટે નહીં તે માટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

 


સૌથી પહેલા તો પ્રોટીનયુક્ત આહાર લેવો. પ્રોટીનમાં 23 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે, જેમાંથી કેટલાક એમિનો એસિડ શરીરમાં ડોપામાઇન કેમિકલ બનાવે છે. એક સંશોધનથી જાણવા મળ્યું છે કે પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક લેવાથી મગજમાં ડોપામાઇનનું સ્તર ઝડપથી વધે છે, જેના કારણે યાદશક્તિમાં ઝડપથી સુધારો થાય છે.

 

આ સિવાય ડોપામાઈનને વધારવા માટે કસરત પણ એટલી જ જરૂરી છે. જે શરીરની સાથે મનને પણ તાજગી આપે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ડોપામાઈનનું સ્તર સવારનો સૂર્ય પ્રકાશ લેવાથી પણ વધે છે. આ બધા એવા કામ છે જે આપણે સરળતાથી કરી શકીએ છે અને ખુશ રહી શકીએ. 

 

 
 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS