અમેરિકામાં માણસો સુધી પહોંચ્યો Hant avirus, મિશિગનમાં મહિલાની હાલત ગંભીર

  • June 09, 2021 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિશિગનમાં હન્ટા વાયરસના સંક્રમણનું તોળાતું જોખમ: કહેવાઈ રહ્યું છે કે, મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી

 કોરોના વાયરસ સંકટની વચ્ચે હવે અમેરિકાના મિશિગનમાં હન્ટા વાયરસના ચેપ્નું જોખમ તોળાઈ રહ્યું છે. મિશિગનમાં એક મહિલાના સંભવત: હન્ટા વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. ચેપગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી અને તેમાંથી વાયરસમાં મહિલામાં પ્રવેશ થયો હતો.

 


મિશિગનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાશટેનાઉ કાઉન્ટીની મહિલાને ફેફસાની સમસ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા ઘરની સફાઇ કરી રહી હતી અને આ દરમિયાન તેને ઉંદરથી હન્ટા વાયરસનો ચેપ લાગ્યો હતો. જાન્યુઆરી 2017 સુધીમાં યુ.એસ. માં હન્ટા વાયરસના 728 કેસ સામે આવ્યા હતા. યુએસ અધિકારીઓ 1993થી વાયરસ પર નજર રાખી રહ્યા છે.

 


શું છે હન્ટા વાયરસ?
આ અગાઉ ચીનના યૂનાનમાં હન્ટા વાયરસને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. નિષ્ણાતોના મતે ઉંદરો અને ખિસકોલીના સંપર્કમાં આવવાને કારણે હન્ટા વાયરસ ફેલાય છે. અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન મુજબ આ વાયરસ હવામાં અને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવે છે, તો તેને હન્ટા વાયરસના સંક્રમણનું જોખમ વધારે છે. હન્ટા વાયરસને કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

 


હન્ટા વાયરસના લક્ષણો શું છે?
તમે હન્ટા વાયરસના લક્ષણોને સરળતાથી ઓળખી શકો છો. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ જ્યારે કોઈ વ્યક્તિ હન્ટા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે તેને 101 ડિગ્રીથી વધુ તાવ આવે છે, તેના સ્નાયુઓ અને માથાનો દુખાવો થવા લાગે છે. આ સાથે હન્ટા વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિને ઉબકા, ઉલટી અને પેટમાં પણ દુખાવો થાય છે. તેમજ ત્વચા પર લાલ ફોલ્લીઓ થવા લાગે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application