રાજકોટ કલેકટર કચેરીના ઓપ્ન હાઉસમાં 57 અરજદારને હાથોહાથ ઓર્ડર અપાયા

  • November 21, 2020 06:41 PM 524 views
  • બિનખેતી પરવાનગીના સૌથી વધુ 45 અરજદારો


રાજકોટ જિલ્લા કલેકટરની જવાબદારી સંભાળ્યા બાદ રમ્યા મોહને ઓપ્ન હાઉસ યોજીને કેસના નિકાલની કામગીરી કરે છે. આ પ્રણાલિકા મુજબ યોજાયેલા ઓપ્ન હાઉસ કાર્યક્રમમાં 57 અરજદારોને હાથોહાથ ઓર્ડર ઈસ્યુ કરવામાં આવ્યા હતા.


કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ઓપ્ન હાઉસમાં બિનખેતી પરવાનગીને લગતા 45, બિન ખેતી પ્રીમિયમના એક,સીટીઝન સર્ટિફિકેટના એક, જમીન બેન્ક ગિરોના ત્રણ અને સબ લીઝ એન્ડોર્સના છ કિસ્સાઓનો નિકાલ કરવામાં આવેલ હતો.


કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક એક કલાકના અંતરે અરજદારોને બોલાવવામાં આવે છે અને તેમની કામગીરી પૂરી થયા બાદ બીજા અરજદારોને બોલાવવામાં આવે છે. માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ સહિતના ધારાધોરણ બરાબર જળવાય તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application