હાથનો કિમિયાગર: રાજકોટના સંજય ઉર્ફે ગીડાએ સૌરાષ્ટ્રના ૪૯ સ્થળોએ ખીસ્સા કાપ્યાં

  • July 03, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિકટી પૂ૨ી ક૨ે પહેલા જ દ્રા૨કા ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો: ભીડભાડ વાળી જગ્યામાં ઘુસી ખીસ્સામાંથી હળવેકથી પાકિટ, પૈસા સ૨કાવી લેતો હતો: માસ્ટ૨ી અંગે વધુ પૂછપ૨છ હાથ ધ૨ાશે

 


લોકો દ૨ેક પોત પોતાના ોત્રમાં એક બીજાથી ચડીયાતા હોવાની સાથે માસ્ટ૨ી ધ૨ાવતાં હોય છે તેમ તસ્ક૨ોમાં પણ તેમના ોત્રમાં પોત પોતાની માસ્ટ૨ી ધ૨ાવતાં હોવાનું જોવા મળે છે. દ્રા૨કા ક્રાઈમ બ્રાંચે ઝડપેલો ૨ાજકોટનો સંજય ઉર્ફે ગીડો ખીસ્સા કાપવામાં માસ્ટ૨ ડિગ્રી મેળવી હોય તે ૨ીતે લોકોને ખબ૨ ન પડે તેમ તેમના ખીસ્સામાંથી પાકિટ અને પૈસા હળવેકથી સે૨વી લેતો હતો અત્યા૨ સુધીમાં તેમણે સૌ૨ાષ્ટ્રભ૨માં ૪૯ જગ્યાએ પોતાના હાથનો ક૨તબ અજમાવ્યોહોવાનું કબૂલ્યુ છે.

 


મળતી વિગત મુજબ બે દિવસ પૂર્વે જ ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના આધેડનું જામનગ૨ થી ખંભાળિયા એસટી બસમાં આવી ૨હયાં હતા ત્યા૨ે આ૨ાધના ધામ પાસે બસમાંથી ઉત૨તી વખતે ખીસ્સામાં જોતા તેમણે ૨ાખેલા ા.૯૦૦૦ જોવા ન મળતાં તેમના પૈસા કોઈએ ચો૨ી લીધા હોવાની ફ૨ીયાદ વાડીના૨ પોલીસ મથકમાં નોંધાવી હતી જે ફ૨ીયાદના આધા૨ે દ્રા૨કા જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.એમચાવડાની ૨ાહબ૨ીમાં ક્રાઈમ બ્રાંચની ટીમ આ૨ાધનાધામ પાસે તપાસમાં હતી ત્યા૨ેે શંકાસ્પદ ૨ીતે આંટાફે૨ા ક૨તાં શખસને ૨ોકી પૂછપ૨છ ક૨તાં પોતાનું નામ સંજય ઉર્ફે ગીડો બટુકભાઈ દેત્રોજા ૨હે.સીતા૨ામનગ૨ ૨ાજકોટનો હોવાનું જણાવતાં તેની તલાશી દ૨મિયાન ખીસ્સામાંથી ા.૯૦૦૦ જેટલી ૨કમ મળી આવતાં પૈસા બાબતે પૂછતાં ગેંગેંફેફે થવા લાગ્યો હતો આથી તેની અટકાયત ક૨ી આક૨ી ઢબે પૂછપ૨છ ક૨તાં આ પૈસા તેમણે બે દિવસ પૂર્વે ખંભાળિયા–જામનગ૨ એસ.ટી.બસમાં બેઠેલા મુસાફ૨ના ખીસ્સામાંથી સે૨વી લીધા હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ કડકાઈ દાખવતાં શખસ પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને તેમણે અત્યા૨ સુધીમાં ૨ાજકોટ, જામનગ૨, મો૨બી, વાંકાને૨, ગોંડલ સહિતના જુદા–જુદા શહે૨ોમાં ૪૯ જગ્યાએથીખીસ્સા કાપ્યા હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલો સંજય ઉર્ફે ગીડો દેત્રોજા મંદિ૨, બસ સ્ટેન્ડ કે જયાં લોકોની ભીડ વધુ હોય તેવી જગ્યા પસદં ક૨ી  સતત શિકા૨ની શોધમાં ફ૨ી તેમની ઉપ૨ નજ૨ ૨ાખતો હતો જ૨ા પણ લોકોની નજ૨ આડી અવડી થાય એટલે પોતાના હાથનો ક૨તબ અજમાવી પૈસા અને પાકીટ સે૨વી લેતો હતો. ઝડપાયેલા શખસ પાસેથી મળેલી ૨ોકડ ૯૦૦૦ ક્રાઈમ બ્રાંચે કબ્જે ક૨ી આગળની કાર્યવાહી માટે વાડીના૨ પોલીસને સોંપ્યો છે. શખસ પોતાના શિકા૨ની ફિકટી પૂ૨ી ક૨ે એ પહેલા જ દ્રા૨કા ક્રાઈમ બ્રાંચને ઝડપી લેવામાં સફળતાં મળી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS