હળવદ: પોલીસકર્મીના ત્રાસથી કંટાળી બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત, પોલીસમેન વિરૂધ્ધ ફરિયાદ

  • June 14, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાપકડા ગામના યુવાનને પોલીસ કર્મીની ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો છે. પરીવારજનો એ જવાબદાર સામે કાર્યવાહી કરવા માગણી કરી હતી.બ્રાહ્મણી-૨ ડેમ ઝંપલાવીને સાપકડા ગામના યુવાને આપઘાત કરી લીધો હતો અને મૃતક યુવાનને ઇન્દુભા પરમાર નામના પોલીસકર્મી તરફથી ધમકીઓ આપવામાં આવતી હોવાથી કંટાળીને તેને આપઘાત કરી લીધો હોવાનો ઉલ્લેખ કરતી સ્યુસાઇટ નોટ પણ તેની પાસેથી મળી આવી ્હતી.


સાપકડા ગામનો નિતીનભાઇ વિનોદગીરી ગોસાઈ  (ડીગા મહારાજ) (૩૪) નામનો યુવાન એ બ્રાહ્મણી-૨ ડેમમા પડીને આપઘાત કરી લીધો હતો જો કે, મૃતક નિતીનભાઇ પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેમાં તેને લખ્યું છે કે, મારા મોતનું કારણ ઇંદુભા પરમાર ટિંડાણા વાળા મને ધમકી દેવાના કારણે આપઘાત કરશું યુવાન ને મજબુર કરનાર પોલીસમેન વિરુદ્ધ હળવદના સ્વામીનગરનાં રહેવાસી નિલેશગીરી વિનોદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૭) એ આરોપી ઈન્દુભા પરમાર (રહે. ટીડાણા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.કે ગત તા. ૧૧નાં રોજ ફરિયાદીનાં નાના ભાઈ નીતીનગીરી ઉર્ફે ડીગો વિનોદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૪, રહે. રૂદ્રપાર્ક હળવદ)ને આરોપી ઈન્દુભા પરમાર (રહે. ટીડાણા) વાળાએ કોઈ પણ કારણોસર દબાણ કે ત્રાસ આપતા મરણજનાર નીતીનભાઇ ઉર્ફે ડીગો સુસાઈડ નોટ લખી બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયા ચલાવી રહ્ય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS