હળવદ GIDCમાં યુવાનની છરી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરનાર ૫ શખસો ઝડપાયા

  • March 16, 2021 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ જીઆઇડીસી માં રાત્રિના પાનના ગલ્લે આજ વિસ્તારમાં રહેતા યુવાનો એકઠા થયા હતા અને મસ્તી મસ્તીમાં યુવાનો ઝઘડા સુધી પહોંચી ગયા હતા એ અરસામાં સમજાવવા વચ્ચે પડેલા યુવાને પાંચ યુવકોએ ભેગા મળી છરી અને ધોકાનો ઘા કરતા સારવાર દરમિયાન આ યુવાન નું મોત નિપજ્યું છે


બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મૂળ માળીયા તાલુકાના અજીયાસર ગામના વતની હારૂનભાઈ કસમભાઈ જંગિયાએ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા આરીફભાઈ મહેબૂબભાઈ મીયાણા, હૈદરભાઈ મોવર, ગફુરભાઈ ઇસભાઈ કાજેડિયા, કાસમભાઈ ઇસભાઈ કાજેડિયા તથા અબ્દુલભાઈ ઇસભાઈ કાજેડિયા સામે ફરિયાદ નોધાવી છે હતી કે


હળવદ જી.આઇ.ડી.સી.માં ઉમર સાથે આરીફભાઇ મહેબુબભાઇ મીયાણા મશ્કરી કરી ઝગડો કર્યો હતો.આથી મૃતક યુવાન અવેશ કાસમભાઇ જંગીયા તેને સમજવવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરીને હુમલો કર્યો હતો અને આરીફભાઇ મહેબુબભાઇ મીયાણાએ અવેશને છરી વડે પીઠના ભાગે જીવલેણ ઇજા કરી હતી તથા હૈદરભાઇ મોવરએ ધોકા વતી સામાન્ય ઇજા કરી હતી તથા તમામ આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી જીવલેણ ઇજા કરી હતી. જેથી અવેશ કાસમભાઇ જંગીયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ૩૦૨ નો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા
યુવાનની હત્યાને અંજામ આપનાર પાંચે આરોપીઓને પી આઈ પી.એ દેકાવાડીયા ના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ જવાનો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ હળવદ દોડી આવ્યા
હત્યાના બનાવને પગલે ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ હળવદ દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી સાથે જ પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીઆઇડીસી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


યોગ્ય સમયે પોલીસ આવી જતાં બન્નેે જૂથ સામે આવતા અટકી ગયા.?
યુવાનની હત્યા બાદ જીઆઇડીસીમાં પરિસ્થિતિ વણસી હતી અને બંને જૂથો સામ સામે આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી પરંતુ યોગ્ય સમયે પોલીસ આવી જતાં બંને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાય તે પહેલા પોલીસે સમજાવટ કરી શાંત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS