હાલોલની યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું ૪એસ માસ્ક: એન૯૫ કરતા પણ સુરક્ષિત

  • June 30, 2020 10:22 AM 212 views

ચહેરાના નાકથી આખં અને કાન સુધી દરેક જગ્યાને ઢાંકતું એક કમ્પ્િલટ માસ્ક જેના કારણે કોઈપણ પ્રકારના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાનો ચાન્સ નથી મળતો તેવી આ પ્રોડકટ એન૯૫ માસ્કના સ્ટાન્ડર્ડ કરતા પણ વધુ સુરક્ષીત છે તેટલું જ નહીં લાંબા સમય સુધી પહેરી રાખવામાં પણ વધુ કમ્ફર્ટેબલ છે


આ ખાસ પ્રકારનું આખા ચહેરાને ઢાંકતું માસ્ક બનાવ્યું છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી ૨૩ વર્ષની હેતિકા શાહે જેણે આ માસ્કને ૪એસ શિલ્ડ નામ આપ્યું છે. હેતિકાએ કહ્યું કે આ નામ આપવા પાછળનું કારણ આ શિલ્ડ શરીરના ચારેય સેન્સરી ઓર્ગન્સ મોઢું, નાક, કાન અને આંખને પૂર્ણ રીતે કવર કરે છે. સામાન્ય રીતે દરેક વાયરસ આ ચારમાંથી કોઈ એક જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ આ શિલ્ડથી થે પ્રવેશ કરી શકતા નથી. તેણીએ કહ્યું કે એન૯૯ની ક્ષમતાનું આ માસ્ક બનાવવા માટે નેનો ફાઈબર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેણે પોતે જ ડેવલોપ કયુ છે.
પોતાનો ચિલર બિઝનેસ શ કરવાની તૈયારી કરતી શાહે વેસ્ટ એનજીમા કામ કરતા લોકો માટે ફેસ કવર અને ગ્લોવ્ઝ જેવા સેિટ ઇકિવપમેન્ટ પણ ડિઝાઈન કરવાનું શં કયુ હતું. જોકે નીયતીને કંઈક અલગ જ મંજૂર હોય તેમ થોડા સમયમાં કોવિડ–૧૯ મહામારી દુનિયાભરમાં ફેલાઈ અને શાહ માટે સેિટ સાધનો પ્રયોરિટી બની ગયા. તેને પહેલાથી જ મટીરિયલ અને બનાવવાની પદ્ધતી અંગે ખ્યાલ હતો. તેમજ મહામારીને ધ્યાને રાખીને તેણે આવા સેિટ સાધનો બનાવતા પહેલા કોરોના દર્દીઓની સારવાર કરતા કેટલાક ડોકટર્સની સાથે વાતચીત કરી હતી અને તેમને કયા પ્રકારની પ્રોડકટ વધુ જરિયાત છે તે અંગે પૂરતી માહિતી મેળવી હતી.


શાહે આગળ જણાવ્યું કે, જે ડોકટર્સ કલાકો સુધી માસ્ક અને આંખના સેટી ગોગલ્સ પહેરી રાખે છે તેમના કાન પર દુખાવો થતો હોય છે. તેમાં પણ જે ડોકટર્સને ચશ્મા છે તેમના માટે તો આ વધુ પીડાદાયક બને છે. દુખાવા ઉપરાંત તેમના ચશ્માના ગ્લાસ પર પણ ઘણીવાર સ્ક્રેચિસ પડી જાય છે.


તેમણે કહ્યું કે, મે પહેલા આ સેટી શિલ્ડ માટે રો મટિરિયલ ભેગું કયુ અને પછી એક વ્યકિત જે એન૯૯ માસ્ક ગ્રેડનું ફેબ્રિક બનાવતો હતો તેમને આપ્યું. તેના દ્રારા બનાવવામાં આવેલ આ ફેસ શિલ્ડને ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળવા લાગ્યા. આજે તે દરરોજ ૩૦૦૦૦ જેટલા માસ્ક અને ૧૦૦૦ જેટલા ૪એસ શિલ્ડ બનાવે છે. આ ઉપરાંત તેઓ એન૯૯ અને એન૯૫ તેમજ સાદા ત્રણ લેયર વાળા નોન વુવન ફેબ્રિક માસ્ક પણ બનાવે છે. તેની દરેક પ્રોડકટ માટે જોઈતા કવોલિટી સર્ટિફિકેટસ પણ મળી ચૂકયા છે. શાહને આ ઉધોગ શ કરવા માટે રાય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવોશન પોલિસી અને કેન્દ્ર સરકારના આન્ત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મદદ પણ મળી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application