અમરેલી પંથકમાં પવન સાથે અડધોથી એક ઈંચ વરસાદ પડયો

  • June 10, 2021 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં સાંજના અચાનક જોરદાર મીની વાવાઝોડા સાથે  એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો.. રાજુલામાં પણ એક ઇંચ વરસાદ ખાબકી ગયો જ્યારે લાઠી બાબરા લીલીયા માં પણ ઝાપટા પડ્યા હતા મીની વાવાઝોડાના કારણેથોડીવાર માટે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતુંઅમરેલીમાં આજે સાંજના સાતેક વાગ્યે અચાનક જ જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ જવા પામ્યું  હતો, અંદાજે અડધો કલાક માજ એકાદ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી ગયેલ હતો રાજુલામાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો.


અમરેલીમાં આજે સાંજે અચાનક જ જોરદાર પવન સાથે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું લોકોમાં તોક્તે વાવાઝોડાનો ભય હજુ  ગયેલ નથી ત્યારે ફરી આજે અચાનક જ જોરદાર પવન સાથે મીની વાવાઝોડું હોય તેઓ માહોલ સર્જાયો હતો થોડી જ વારમાં જોરદાર વરસાદ ખાબકી પડયો હતો અંદાજે અડધો જ કલાકમાં જોરદાર એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડયો હતો અચાનકજ તૂટી પડેલ પવન અને વરસાદથી થોડીવાર માટે લોકોમાં ભયનું મોજુ ફેલાઈ જવા પામેલ હતું જ્યારે રાજુલામાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો તેમજ જિલ્લાના લાઠી બાબરા લીલીયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS