રાજુલા પંથકના વાવાઝોડાગ્રસ્તો માટે રમેશભાઇ ઓઝાની અર્ધા કરોડની સહાય

  • June 03, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા જાફરાબાદ માં આવેલા વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષીને પૂજ્ય રમેશભાઈ ઓઝા રાજુલા શહેરની મુલાકાત લીધી હતી અને પત્રકાર પરિષદ યોજી હતી આ તકે રાજુલા લાઇન્સ ક્લબના સભ્યો સાથે પત્રકારો હાજર રહ્યા હતા.


આ પત્રકાર પરિષદમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે હાલમાં રહેલી વાવાઝોડાની સ્થિતિ મા રાશન કીટ વિતરણ નળિયા તેમજ રોકડ સહાય પાણી સહિતની સાથોસાથ આગામી દિવસોમાં કોરોના ની સ્થિતિ આ વિસ્તાર ઉપર ન આવે પરંતુ તેમ છતાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે આ વિસ્તારને ઓક્સિજન સાથેની એક એમ્બ્યુલન્સ મળે તે માટે અમારા દ્વારા રૂપિયા ૫૦ લાખનું અનુદાન આ વિસ્તારમાં વપરાશે તેમ જણાવ્યું હતું 


તેમણે જણાવ્યું હતું કે આ સમય મા સૌથી વધુ મુશ્કેલી નો સામનો મધ્યમ વર્ગના લોકોને કરવો પડે છે કારણ કે તે અમીર પણ નથી અને ગરીબ પણ નથી તે કોઈ પણ પાસે લાંબો હાથ પણ કરી શકતા નથી અને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ આ બધા સીધા ગરીબો ની મદદે દોડી જાય છે અને જાવુ પણ જોઈએ પણ આ મધ્યમ વર્ગના લોકો ની પરીસ્થિતિ નો પણ ખ્યાલ રાખવો જોઈએ મધ્યમ વર્ગના લોકોને મારી નમ્ર વિનંતી સાથે અપીલ છે કે તમે જેમ મંદિર કે કથા મા જાવ અને વીના સંકોચે હાથ લાંબો કરી ને જેમ પ્રસાદ લ્યો છો તેમજ આ સમયે તમે ભાગવત કથા નો પ્રસાદ સમજી જીવન જરૂરી રાશન કીટ સહિત અન્ય સહાય પ્રસાદ સ્વરૂપે અમારી પાસે થી વીનાસંકોચે બેજીજક લઈલેજો માંગી લેજો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS