નેહા કક્કડે મહેંદી બાદ હલ્દી સેરેમનીના ફોટા શેર કર્યા, બંને પીળા રંગનાં પોશાકમાં આવ્યા નજરે

  • October 28, 2020 02:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની સિંગર નેહા કક્કડ અને પંજાબી સિંગર  રોહનપ્રીત સિંહ લગ્નગાંઠ સાથે જોડાવા જઈ રહ્યા છે. નેહા કક્કડ તેના ગીતોથી વધુ આજકાલ તેની અંગત જિંદગીથી વધુ ચર્ચામાં છે. ત્યારે નેહા અને  રોહનપ્રીતની સગાઈના વિડ્યો બાદ નેહાની મહેંદી અને હલ્દીની રસમની તસવીરો સામે આવી છે.

 

નેહા કક્કડે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહેંન્દી બાદ હલ્દી સેરેમનીના ફોટા શેર કર્યા હતા.જેમાં આખી ઇવેન્ટ યલો થીમમાં તૈયાર થઈ હોવાનું દેખાઈ રહ્યું છે નેહા અને રોહનપ્રીત બંનેએ હલ્દીની વિધિ માટે પીળા રંગનાં પોશાક પહેર્યા હતા. આ બધા ફોટોમા નેહા કક્કડ પીળા રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી  હતી.તેમની સાથે, રોહનપ્રીત પણ પીળા કુર્તામાં સુપર સ્માર્ટ અને હેન્ડસમ લાગી રહ્યો છે.હલ્દી સેરેમનીના રોહનપ્રીત અને નેહાની અનેક તસ્વીરો શેર થઇ હતી તેમજ સેલેબ્રિટીથી લઇને તેમના શુભેચ્છકો આ બંનેને અભિનંદન આપતા જોવા મળ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS