ખાડી યુઘ્ધ: હાલારના વહાણના ધંધાને રૂ ૮૦૦ થી ૧૦૦૦ કરોડના નુકસાનની ભીતિ
ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યા બાદ યુઘ્ધ ફાટી નીકળ્યું છે. આથી ઇરાને આયાત-નિકાસ માટે મહત્વની સમુદ્રમાં આવેલી હોર્મુઝ ખાડી બંધ કરતા જામનગર અને દેવભૂમિ દ્રારકા સહીત સૌરાષ્ટ્ર-કચ્છના ૭૦ જેટલા વાહણો ઓમાન, દુબઇ, યમનના બંદરે અટવાય છે પણ સલામત હોવાનો દાવો ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના હોદેદારોએ કર્યો છે. ખાડી દેશોમાં યુઘ્ધના કારણે સલાયા, સિકકા સહીત સૌરાષ્ટ્ર-કચ્છના બંદરોથી થતી માલ-સામાનની નિકાસને મહીને રૂ.૮૦૦-૧૦૦૦ કરોડના ફટકાની ભીતિ પણ એસોસીએશનના હોદેદારોએ દર્શાવી છે. આ વાહણ પરત ફરી શકયા નથી પરંતુ આફ્રીકા, સોમાલીયા સહીતના બંદરથી આવાગમન ચાલુ છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પરથી વાહણ મારફત ખાંડ, ચોખા, મગફળી સહીતની ચીજ-વસ્તુની નિકાસ ગલ્ફના દેશોમાં થાય છે.
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે છેલ્લા છ દીવસથી યુઘ્ધ ચાલી રહ્યું છે. દીન-પ્રતિદિન આ યુઘ્ધ વધુ ભીષણ અને ઘાતક બની રહ્યું છે. આ યુઘ્ધની માઠી અસર સૌરાષ્ટ્ર-કચ્છના ઉધોગો પર પડી છે. ખાસ કરીને ઇરાને દરિયાઇ માર્ગે થતી આયાત-નિકાસ માટે ખૂબજ મહત્વની હોર્મુઝ ખાડી બંધ કરી દીધી છે. આટલું જ નહીં જો આ ખાડીમાંથી કોઇ વહાણ પસાર થશે તો તેને ફૂંકી મારવાની ધમકી પણ આપી છે. ત્યારે હોર્મુઝ ખાડી બંધ કરાતા હાલારના સલાયા,સિકકા સહીત પોરબંદર,માંડવી, મુંદ્રા બંદર પરથી ગલ્ફના દેશોમાં ગયેલા ૭૦ જેટલા વાહણ અટવાયા છે. આ અંગે ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી આદમભાઇ ભાયાએ