ઘરે સસ્તામાં બનાવો હેર સ્પ્રે, વાળ થઈ જશે 5 મિનિટમાં સિલ્કી સોફ્ટ

  • March 06, 2020 01:48 PM 1170 views

 

દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેના વાળ જાડા, રેશમી અને ચમકતા રહે. આ કામ કરવા માટે બજારમાં વિવિધ પ્રકારના શેમ્પૂ અને કન્ડિશનર પણ મળે છે. આ ઉપરાંત કેટલાક સ્પ્રે પણ હોય છે જે વાળની ગુંચ ઉકેલે છે.  તેનાથી વાળની શાઈન પણ વધે છે. 

 

જો કે આ સ્પ્રે ઘરે પણ બનાવી શકાય છે. તેને બનાવવા માટે તમારે એક સ્પ્રે બોટલ, ગરમ પાણી, કન્ડિશનર, તેલની જ જરૂર પડશે. સૌથી પહેલા સ્પ્રે બોટલમાં ત્રણ ચમચી કન્ડિશનર ભરો. તેમાં લગભગ 500 એમએલ ગરમ પાણી ઉમેરો. જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો આ મિશ્રણમાં તેલ પણ ઉમેરો. જ્યારે પણ વાળ ધોયા હોય ત્યારે આ સ્પ્રેને વાળ પર છાંટો. તેનાથી વાળની ગુંચ ઉકેલાઈ જશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application