વાળની આયુર્વેદિક પદ્ધતિથી સંભાળ કઇ રીતે કરશો 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


માત્ર જડીબુટ્ટીઓના જ ગુણ નથી હોતા પરંતુ ખાવા પીવાના અને જીવનશૈલી સંબંધિત ઘણી બધી બાબતો વિશે લખવામાં આવ્યું છે, આજે તમને આયુર્વેદ પ્રમાણે વાળમાં તેલ લગાવવાથી થતા ફાયદા વિષે જણાવીશું.

 

વાળમાં તેલ લગાવવાથી થતા ફાયદા

 

ચંપી કે માથામાં માલિશ કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આપણામાંથી ઘણા બધા લોકોને વાળ ધોતા પહેલા માથામાં માલિશ કરવાની આદત હોય છે. એવું માનવામાં આવે છે કે વાળમાં તેલ લગાવવાથી વાળને સમયથી પહેલા વાળ સફેદ થતાં રોકી શકાય છે તેમજ વાળના મૂળ મજબૂત બને છે આ ઉપરાંત પ્રેશર પોઈન્ટ પર માલિશ કરવાથી તણાવમાં ઘટાડો થાય છે.

 

આયુર્વેદ પ્રમાણે તેલ લગાવવા ખાસ બાબતોનું રાખો ધ્યાન

 

આયુર્વેદ પ્રમાણે માથાનો દુખાવો વાત સાથે જોડાયેલો હોય છે આ માટે 6 કલાકે વાળમાં તેલ લગાવવું જોઇએ. દિવસનો આ સમયે થાક ઉતારવા માટે શ્રેષ્ઠ રહે છે.

 

વાળમાં શેમ્પૂ કરતા પહેલા અઠવાડિયામાં એક કે બે વખત તે લગાવી શકો છો, જો કે વાળને ધોયા બાદ તેલ લગાવવાથી બચવું જોઇએ કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને રજકણ માથામાં ચોટવાની સમસ્યા ઉપસ્થિત થાય છે.

 

વાળમાં નિયમિત રીતે લગાવવાથી પાડવામાં ઘોડો અને ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

 

તેલમાં લીમડાના પાંદડા નાખી ગરમ કરી લો અને નહાતા પહેલા તેને તાળવામાં સારી રીતે માલિશ થાય તે રીતે લગાવો.

 

ત્યાર બાદ હુંફાળા પાણીથી વાળને ધોઈ લો અને ખોડાની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.

 

રાત્રે સૂતા પહેલાં પોતાના વાળ અને તાડવામાં સારી રીતે લગાડવું જોઈએ બીજે દિવસે સવારે હુંફાળા પાણીથી વાળ ધોવા જોઈએ.

 

રાત્રે સુતા પહેલા અડધા કલાક પહેલા વાળમાં તેલ લગાવી અને હળવા હાથે મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS